વધેલી ખીચડી હાંડવો | Leftover Khichdi Hadawo Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  4th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Leftover Khichdi Hadawo by Bharti Khatri at BetterButter
વધેલી ખીચડી હાંડવોby Bharti Khatri
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

7

0

વધેલી ખીચડી હાંડવો વાનગીઓ

વધેલી ખીચડી હાંડવો Ingredients to make ( Ingredients to make Leftover Khichdi Hadawo Recipe in Gujarati )

  • ૧ બાઉલ ખીચડી
  • ૧/૨ કપ દહીં
  • ૧ ચમચો છીણેલી દૂધી
  • ૨ લીલા મરચા
  • ૮-૧૦ લસણની કળીયો
  • નાનો ટૂકડો આદુ
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ થી સહેજ ઓછી હળદર
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • સ્વાદમુજબ ગોળ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચો તલ
  • ૧ ચમચો ઘઉંનો કકરો લોટ
  • ૧ ચમચી રાઈ
  • ૨-૩ ડાળી કઢીલીમડો
  • હીંગ જરુર મુજબ
  • ચપટી બેકિંગ સોડા
  • તેલ પ્રમાણસર

How to make વધેલી ખીચડી હાંડવો

  1. એક બાઉલ ખીચડી લેવી.
  2. લસણ, લીલા મરચા અને આદુ ખાયણી મા વાટી લઈશું.
  3. ખીચડી મા દહીં મિક્સ કરી મિક્સર મા પીસી લેવુ.
  4. હવે તેમા આદુ મરચા લસણ વાટેલા, ગોળ,દૂધી, લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, અજમો, ઘઉંનો કકરો લોટ, મીંઠુ, હળદર બધો મસાલો મિક્સ કરી મોયણ મા થોડુ તેલ નાખી મિક્સ કરી લેવુ.
  5. આ રીતે મિશ્રણ તૈયાર થશે.
  6. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી ને ચપટી હીંગ નાખવી અને કઢીલીમડો નાખવો અને તૈયાર કરેલ મિશ્રણ નાખવુ અને ઉપર તલ ભભરાવી અને ઢાંકણ ઢાંકી ને ચઢવા દેવુ આમ એક બાજુ ચઢી જાય એટલે તેને પલટાઈ ને બીજી બાજુ ચઢવા દેવુ.
  7. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ ખીચડી હાંડવો આપ તેને ટોમેટો કેચપ સાથે કે પછી ચા કે કોફી સાથે મજા માણી શકો છો.

My Tip:

જો મિશ્રણ પાતડુ (ઢીલુ) થઈ જાય તો તેમા ઘઉંનો કકરો લોટ કે પછી સોજી કે રવો મિક્સ કરવો.

Reviews for Leftover Khichdi Hadawo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો