હોમ પેજ / રેસિપી / લેફ્ટ ઓવર બિસકીટ ની નો બેક કેક

Photo of Left over biscuits no bake cake by Mumma's kitchen at BetterButter
67
3
0.0(0)
0

લેફ્ટ ઓવર બિસકીટ ની નો બેક કેક

Dec-04-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટ ઓવર બિસકીટ ની નો બેક કેક રેસીપી વિશે

આપણે સૌ વિવિધ પ્રકારના બિસકીટો ઘર મા લાવતા હોય છે, એમાથી થોડા થોડા ખવાય જાય અને થોડા થોડા વધી રહે છે, તો આ વધેલા બિસકીટ નો ઉપયોગ કરીને એક કેક બનાવીએ તો બાળકો હોંશે હોંશે ખાઇ લે છે સાથે આ કેક ને બેક કરવા ની જરૂરત નથી એટલે તે ખુબ જ ઓછા સમયમાં બની જાય છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો ના જન્મદિવસ માટે
 • ભારતીય
 • ફ્રીઝ કરવું
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

 1. 15-20 નંગ વધેલા મિક્સ બિસકીટો
 2. 150 ગ્રામ ડાર્ક ચોકલેટ
 3. 2-3 ટેબલસ્પૂન બટર
 4. 100 ml ફ્રેશ ક્રીમ
 5. 1કપ વ્હીપ ક્રીમ
 6. એક ટેબલસ્પૂન કોકો પાઉડર
 7. ગારનીશ કરવા માટે વેફર બિસકીટ
 8. ચોકો ચીપ્સ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ બધા મિકસ બિસકીટો નો અધકચરો ભૂકો કરી લો
 2. ત્યાર બાદ એક વાસણ મા ડાર્ક ચોકલેટ લઈ તેને ડબલ બોઇલર મા ઓગાળી લો.અને તેમા ફ્રેશ ક્રીમ ઉમેરો
 3. તે ઓગળે એટલે તેમા બટર ઉમેરો
 4. તેને બરાબર મિક્સ કરી લો
 5. હવે એક કેક ટીન મા બિસકીટ નો અધકચરો ભૂકો લો અને તેમા આ તૈયાર કરેલા ચોકલેટ ગનાશ ને મિકસ કરી લો.
 6. તેને બરાબર મિક્સ કરી દબાવી ને એક લેયર સેટ કરી લો
 7. ત્યાર બાદ એક વાસણ મા વ્હીપ ક્રીમ ને બિટર વડે વ્હીપ કરી લો
 8. એક લેયર સફેદ ક્રીમ નુ બિસકીટ ના લેયર પર પાથરો, બાકી ના ક્રીમ મા કોકો પાવડર મિક્સ કરીને તેનુ બીજુ લેયર ના લેયર ઉપર પાથરો
 9. તેના પર ચોકલેટ ચીપ્સ ભભરાવો અને 15 મિનીટ માટે ફ્રીજ મા મૂકી દો
 10. 15 મિનીટ બાદ તે સેટ થઈ જાય એટલે કેક ના ટીન ના લોક ખોલી તેને અન મોલ્ડ કરી લો અને તેની સાઈડ પર વેફર બિસકીટ લગાવી થી ગારનીશ કરી લો અને બાળકો ને સરપ્રાઈઝ આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર