હોમ પેજ / રેસિપી / સેન્ડવીચ ઢોકળા

Photo of Sandwich Dhokla by Mital Viramgama at BetterButter
390
1
0.0(0)
0

સેન્ડવીચ ઢોકળા

Dec-04-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેન્ડવીચ ઢોકળા રેસીપી વિશે

સેન્ડવીચ ઢોકળા ઈડલી ના લેફટઓવર ખીરા માંથી બનાવ્યાં છે. હેલ્થી અને ટેસ્ટી ઢોકળાં છે. નાસ્તા મા અને બાળકોને ટિફીન બોક્સ માં પણ આપી શકાય છ

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2કપ કપ લેફટઓવર ઇડલી નું ખીરું
  2. 3ટેબલ સ્પૂન લીલી ચટણી
  3. 1ટેબલ સ્પૂન તેલ
  4. 1ટી સ્પૂન તલ
  5. 1ટી સ્પૂન રાઇ
  6. 1ટેબલ સ્પૂન લીલું નાળિયેર ખમણેલું
  7. 1ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  8. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  9. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં વરાળે તેલ લગાવી થાળી મુકી દો.
  2. હવે તેમાં અડધું ખીરું નાંખી બે થીં ત્રણ મીનીટ ચડવા દેવાના.
  3. પછી ઉપર લીલી ચટણી લગાવીને ઉપર બીજું વધેલું ખીરું પાથરી લાલ મરચું છાંટી દો.
  4. હવે દસ થી પંદર મીનીટ ઢોકળા ને ચડવા દેવાના.
  5. ઢોકળા બરાબર ચડી જાય એટલે નીચે ઉતારી લો.
  6. પછી ઠંડા થાય એટલે પીસ કરી લેવા.
  7. પછી તેલ ગરમ કરી તેમાં રાઇ તલ બધો વધાર નાખી આ વધાર ઢોકળા ઉપર નાખી દો અને ધાણા ભાજી નાખી દો.
  8. પછી ગરમાગરમ ઢોકળા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર