હોમ પેજ / રેસિપી / ભરેલાં શાકનો મસાલો

Photo of Bharva Sabzi Masala by Mital Viramgama at BetterButter
750
0
0.0(0)
0

ભરેલાં શાકનો મસાલો

Dec-04-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલાં શાકનો મસાલો રેસીપી વિશે

વધેલા ગાંઠીયા ના ભૂકા માંથી આ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવા માટે ગેમ તે લેફટઓવર ગાંઠીયા ચાલે.તીખાં કે ફાફડા જે ગાંઠીયા વધ્યા હોય તેમાથી બનાવી શકાય.આ ભરેલાં શાક નો મસાલો તમે ફીજ મા 6 વીક જેવો રાખી શકો.આમાંથી ગમે તે ભરેલાં શાક અને ભરેલાં મરચાં તમેજ ગ્રેવી વાળા શાક મા પણ વાપરી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • ગરમ મસાલા/તેજાના
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ ગાંઠીયા નો ભૂકો
  2. 1કપ ચણાનો લોટ
  3. 1/4 સેકેલો મગફળી નો ભૂકો
  4. 1ટેબલ સ્પૂન તલ
  5. 1/2 ટેબલ સ્પૂન વરીયાળી
  6. 1ટેબલ સ્પૂન લાલ મરચું કાશ્મીરી
  7. 1ટેબલ સ્પૂન ધાણા જીરૂ
  8. 1/4 ટી સ્પૂન હળદર
  9. 1ટી સ્પૂન ગરમ મસાલો
  10. 1ટી સ્પૂન નીમક
  11. 1/2 ટેબલ સ્પૂન ખાંડ દળેલી
  12. 2ટેબલ સ્પૂન સૂકો કોપરા નો પાવડર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ગાંઠીયા નો ભૂકો કરી લેવાનો.
  2. પછી એક કપ ચણાના લોટને કોરો ધીમાં તાપે શેકવા નો.
  3. લોટ બરાબર શેકાઈ જાય એટલે નીચે ઉતારી લો.
  4. હવે લોટ થોડો ઠંડો થઇ જાય એટલે તેમાં હળદર નીમક સ્વાદ અનુસાર,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો,ખાંડ ,તલ,વરીયાળી,કોપરું નાખી દેવો.
  5. હવે તેમાં ગાંઠીયા નો ભૂકો અને સેકેલો મગફળી નો ભૂકો બધું નાખી બરાબર મીક્સ કરી લો .
  6. હવે આ મસાલો ઠંડો થાય એટલે એરટાઇટ ડબ્બા મા ભરી લેવાનો.
  7. તૈયાર મસાલો ફીજ મા રાખી ગમે ત્યારે યુઝ કરી શકો.
  8. જયારે ભરેલું શાક બનાવું હોય ત્યારે લીલા ધાણા ભાજી ,લીંબુ નો રસ અને આદુ ની પેસ્ટ નાખી બધું મીક્સ કરી યુઝ કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર