હોમ પેજ / રેસિપી / ઈન્ડિયન કૉન સ્પીનાચ રીસોટો

Photo of Indian corn spinach risotto by Purvi Modi at BetterButter
14
2
0.0(0)
0

ઈન્ડિયન કૉન સ્પીનાચ રીસોટો

Dec-05-2018
Purvi Modi
7 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્ડિયન કૉન સ્પીનાચ રીસોટો રેસીપી વિશે

રીસોટો એક ઈટાલીયન વાનગી છે જે ખાસ પ્રકારના અરબોરીયો ચોખા થી બનાવવામાં આવે છે. અહીં સરળતાથી પ્રાપ્ય નહોવાથી મેં આપણા રસોડામાં બનતા રોજીંદા ભાતમાથી( લેફટ ઓવર) આ વાનગી બનાવી છે અને ભારતીય ટચ આપ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ડીનર પાર્ટીમાં પણ બનાવી શકો છો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • બેકિંગ
 • સાંતળવું
 • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

 1. વધેલા રાંધેલા ભાત ૧ કપ
 2. તેલ અથવા ઓલિવ ઓઈલ ૪ ટી સ્પૂન
 3. સમારેલી ડુંગળી ૧
 4. વાટેલું લસણ ૧ ટી સ્પૂન
 5. સમારેલા કેપ્સીકમ ( લાલ, પીળા, લીલા) ૩-૪ ટેબલસ્પૂન
 6. બાફેલી અમેરીકન મકાઈના દાણા ૧/૪ કપ
 7. પાલક ના પાન ૮-૧૦
 8. દૂધ ૧ કપ
 9. કૉનફલોર ૧ ટી સ્પૂન
 10. છીણેલી ચીઝ ૧ કયુબ અથવા જરૂર મુજબ
 11. મીઠું સ્વાદ પ્રમાણે
 12. ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન
 13. કાળા મરી નો પાઉડર ૧ ટી સ્પૂન

સૂચનાઓ

 1. પાલક ના પાનને ધોઈને મિક્સરમાં પીસી લઈ પેસ્ટ તૈયાર કરો.
 2. દૂધ માં ગઠ્ઠા ન રહે તે રીતે કોનફલોર મિક્સ કરો.
 3. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને વાટેલું લસણ સાંતળો.
 4. હવે તેમાં સમારેલા કેપ્સીકમ ઉમેરી સાંતળો.
 5. બાફેલી અમેરીકન મકાઈના દાણા અને પાલક પેસ્ટ ઉમેરીને થોડીવાર સાંતળો.
 6. હવે રાંધેલા ભાત ઉમેરીને મિક્સ કરો.
 7. હવે તેમાં કોનફલોર વાળું દૂધ ઉમેરો. મીઠું, ચીલી ફ્લેક્સ અને કાળા મરી નો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.
 8. ૨-૩ મિનિટ સુધી રાંધી ગેસ બંધ કરી દો.
 9. મિશ્રણ ને બેંકીંગ ટ્રે માં લઇ ઉપર છીણેલી ચીઝ પાથરો.
 10. પ્રીહીટેડ ઓવનમા ૧૮૦° પર ૫-૭ મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર