આલુ મટર કરી | Aloo Matar Curry Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  9th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Aloo Matar Curry by Hetal Sevalia at BetterButter
આલુ મટર કરીby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

આલુ મટર કરી

આલુ મટર કરી Ingredients to make ( Ingredients to make Aloo Matar Curry Recipe in Gujarati )

 • 4 ટામેટાં
 • 4 બાફેલા બટાકા
 • 100 ગ્રામ વટાણા
 • 1 મોટો ચમચો તેલ
 • 1/2 ચમચી જીરું
 • 1/4 ચમચી હીગ
 • થોડો આખો મસાલો(મરી, તજ,લવિંગ, બાડીયા)
 • થોડા લીમડાના પાન
 • 1/2 ચમચી હળદર
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી ધાણાજીરું
 • 3/4 ચમચી લાલ મરચું
 • 1 ચમચી લીલાં મરચાં
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1/2 ચમચી આદું ની પેસ્ટ
 • 1/2 ચમચી કસૂરી મેથી

How to make આલુ મટર કરી

 1. સૌપ્રથમ બટાકા બાફી લો. અને હાથ થી તોડી લો.કાપવા નહીં.
 2. હવે ટામેટાં ની પ્યૂરી કરી લો.એક કૂકરમાં તેલ મૂકી જીરું, આખો મસાલો, હીગ, લીમડો ઉમેરી વઘાર કરો. તેમાં ટામેટાં ની પ્યૂરી ઉમેરી સાતળી લો.
 3. હવે તેમાં લીલાં મરચાં, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમમસાલો, મીઠું, કસૂરી મેથી, આદું ઉમેરી સાતળો. તેલ છૂટે એટલે બટાકા અને વટાણા ઉમેરો.
 4. પાણી ઉમેરો. કૂકરને ઢાંકી ને 3-4 સીટી વગાડો.ઉપર થી કોથમીર ભભરાવી સવૅ કરો.

My Tip:

લચકા પડતી ગ્રેવી રાખવી.

Reviews for Aloo Matar Curry Recipe in Gujarati (0)