હોમ પેજ / રેસિપી / લીલું ભરેલું તુરીયા નું શાક

Photo of Stuffed Ridgedgourd Sabzi by Mital Viramgama at BetterButter
478
6
0.0(0)
0

લીલું ભરેલું તુરીયા નું શાક

Dec-11-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલું ભરેલું તુરીયા નું શાક રેસીપી વિશે

તમે ધણા બધાં ભરેલાં શાક ખાધાં હશે પણ આ બધાં ભરેલાં શાક કરતાં ડિફરન્ટ અને ખુબજ હેલ્થી અને ટેસ્ટી શાક છે. એક નવું શાક નું વેરીયેશન છે રોટલા રોટલી,પરોઠા બધાં સાથે સારૂં લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4નંગ સરસ તાજાં તુરીયા
  2. 3ટેબલ સ્પૂન તેલ
  3. ગ્રેવી માટે :four_leaf_clover:
  4. 2ટેબલ સ્પૂન લીલાં વટાણા
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. કેપ્સીકમ જીણુ સમારેલુ
  7. 2ટેબલ સ્પૂન લીલું ખમણેલું નાળિયેર
  8. 2ટેબલ સ્પૂન મગફળી સેકેલી
  9. 4નંગ લીલા મરચાં
  10. 2ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  11. 1ટેબલ સ્પૂન લસણ આદુ ની પેસ્ટ
  12. ભરવાનો મસાલો ☘:four_leaf_clover:
  13. 1ટેબલ સ્પૂન લીલું ખમણેલું નાળિયેર
  14. 1ટી સ્પૂન તલ
  15. 1ટેબલ સ્પૂન વટાણા પીસેલા લીલાં
  16. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  17. 1ટી સ્પૂન લસણની આદુ ની પેસ્ટ
  18. 1/2સ્પૂન વરીયાળી
  19. લીલું મરચું,નીમક,લીંબુ,ખાંડ બધું સ્વાદ અનુસાર
  20. 1ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  21. વધારમાટે રાઇ જીરૂ હીઞ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ગ્રેવી ની બધી સામગ્રી લસણ આદુ ની પેસ્ટ પેસ્ટ શીવાયની બધું લઇને થોડું પાણી નાંખી મીકસર મા પીસી લો ગ્રેવી
  2. હવે આ ગ્રેવી તૈયાર છે. તેને સાઇડમાં રાખી દો.
  3. હવે તુરીયા ની થોડી છાલ કાઢી મીડીયમ સાઇઝના ફોટા મા છે તેવાં કાપી વચ્ચે થી કાપો મારી લો.
  4. હવે શાક મા ભરવાનો મસાલો બધો સરખાઇ થી મીક્સ કરી લો
  5. પછી આ મસાલો તુરીયા ની અંદર ભરી લો.
  6. હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી ને પીસેલી ગ્રેવી નાખી મીક્સ કરી લો .નીમક સ્વાદ અનુસાર અને ખાંડ નાખી દો.
  7. ગ્રેવી ને થોડી વાર સાંતળવી.
  8. પછી તેમાં ભરેલાં તુરીયા મૂકી કુકર બંધ કરી ધીમા તાપે બે વીસલ કરી લો
  9. હવે કુકર ઠંડુ થાય એટલે ખોલી ગરમાગરમ સવઁ કરો ઉપર લીલું નાળિયેર ખમણેલું તમેજ લાલ મરચું છાંટી શકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર