હોમ પેજ / રેસિપી / રીંગણ મેથી ની કઢી

Photo of RINGAN METHI CURRY by Deepa Rupani at BetterButter
824
6
0.0(0)
0

રીંગણ મેથી ની કઢી

Dec-11-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ મેથી ની કઢી રેસીપી વિશે

શિયાળા ની શરૂઆત થઈ ગયી છે અને શાક બજાર માં વિવિધ ભાજીઓનું આગમન થઈ ગયું છે. અને બધા ના ઘર માં પણ ભાજીઓની વાનગી ચાલુ થઈ ગયી છે. આજે મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે જે મારા સ્વર્ગસ્થ સસરાજી ની પ્રિય હતી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ ખાટી છાસ
  2. 1/2 કપ સુધારેલી મેથી
  3. 1 સુધારેલું રીંગણ
  4. 4 કળી સુધારેલું લસણ
  5. 1/4 tsp જીરું
  6. 1 tsp લાલ મરચું
  7. 1/2 tsp haldar
  8. 1 ચપટી હિંગ
  9. 1 tbsp બેસન
  10. 1 tbsp તેલ
  11. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. તેલ ગરમ મુકો, જીરું, હિંગ નાખી, રીંગણ, મેથી અને લસણ નાખો, મિક્સ કરી થોડી વાર ચડવા દો.
  2. થોડું પાણી નાખી ચડવા દો. ત્યાં સુધી છાસ ને થોડી ગરમ કરી લો, પછી ગેસ બંધ કરી બેસન નાખી બ્લેન્ડ કરી લો.
  3. હવે આ છાસ ના મિશ્રણ ને રીંગણ મેથી માં ઉમેરી દો, જે હવે અડધા ચડી ગયા હશે.
  4. હવે તેમાં, હળદર, મરચું, મીઠું નાખી થોડી વાર ઉકળવા દો.
  5. આ ગરમાગરમ રીંગણ મેથી થી ભરપૂર ખાટી કઢી ને રોટલા, ખીચડી કે ભાત સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર