હોમ પેજ / રેસિપી / શામ સવેરા

Photo of Sham savera by Hetal Sevalia at BetterButter
853
9
0.0(0)
0

શામ સવેરા

Dec-12-2018
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શામ સવેરા રેસીપી વિશે

પાલક પનીર નું નવું વઝૅન રેસ્ટોરન્ટ સ્ટાઈલ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ પનીર
  2. 500 ગ્રામ પાલક
  3. 5 મોટી સાઈઝના ટામેટાં
  4. 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1 ટેબલ સ્પૂન કાજુ ની પેસ્ટ
  9. 1 ચમચી મધ
  10. 2 ટેબલ સ્પૂન ક્રીમ
  11. 1/2 ચમચી કસૂરી મેથી
  12. કોનૅફલોર જરૂર મુજબ
  13. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  14. થોડો આખો ગરમ મસાલો
  15. 2 ટેબલ સ્પૂન બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાલક ને બ્લાન્ચ કરી દબાવીને નીચોવી લો.પાણી વગર પેસ્ટ કરી લો.એક પેનમાં 1/2 ચમચી તેલ મૂકી 1/2 ચમચી લસણ,લીલાં મરચાં સાતળી લો.તેમાં પાલક ની પેસ્ટ ,મીઠું ઉમેરો. પાણી બળી જાય એટલે ઉતારી લો. ઠંડુ પડે પછી કોનૅફલોર ઉમેરો.
  2. હવે સ્ટફિંગ માટે પનીર માં મીઠું ઉમેરી હાથ થી મસળીને લીસુ બનાવી ગોળા વાળી લો.હવે પાલકની થેપલી બનાવી પનીર નું સ્ટફિંગ મૂકી કોફતા વાળી લો.કોરા કોનૅફલોર માં રગદોળી તેલ માં તળી લો.તૈયાર છે કોફતા.
  3. ગ્રેવી માટે સૌપ્રથમ ટામેટાં ની પેસ્ટ કરી લો.એક પેનમાં બટર લઈ આખો મસાલો ઉમેરો. લસણની પેસ્ટ ઉમેરી2 મિનિટ સાતળી લો.ટામેટાં ની પ્યૂરી ઉમેરો. મીઠું ઉમેરો. પાણી બળી જાય એટલે લાલ મરચું, ગરમ મસાલો, કસૂરી મેથી, મધ ઉમેરો.
  4. હવે તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી દો. સારી રીતે ઉકળી જાય એટલે ક્રીમ ઉમેરો.
  5. પ્લેટ માં ગ્રેવી રેડી તેના પર અડધા કાપેલા કોફતા મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર