મશરુમ મટર કરી | Mushroom Matar Kari Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  13th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mushroom Matar Kari by Harsha Israni at BetterButter
મશરુમ મટર કરીby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

મશરુમ મટર કરી વાનગીઓ

મશરુમ મટર કરી Ingredients to make ( Ingredients to make Mushroom Matar Kari Recipe in Gujarati )

 • ૧ કપ મશરુમ
 • ૫૦૦ ગ્રામ વટાણા
 • ૧/૪ કપ કાજુ
 • ગ્રેવી માટે -
 • ૩-૪ નંગ ડુંગળી
 • ૪ નંગ ટામેટા
 • ૬-૭ કળી લસણ
 • ૧ ટુકડો આદુ
 • મીઠુ (સ્વાદ અનુસાર )
 • ૧ ૧/૨ ટી-સ્પુન લાલ મરચુ પાવડર(કુમઠી મરચું )
 • ૧ ટી-સ્પુન ગરમ મસાલો
 • ૧/૪ ટી-સ્પૂન હળદર
 • ૧ ટી-સ્પૂન પાવભાજી મસાલો
 • ચપટી ઓરેન્જ / લાલ ખાવાનો રંગ
 • વગાર માટે-
 • તેલ
 • ૧ ટુકડો તજ
 • ૧ પત્તો તમાલપત્ર

How to make મશરુમ મટર કરી

 1. સૌ પહેલા ડુંગળીને લાંબી સમારી લો.એક પેનમાં એક ચમચ તેલ ગરમ કરી સમારેલી ડુંગળી,ટામેટા(આખા),લસણ,આદુ ને આછો સોનેરી રંગ થાય ત્યાં સુધી સાંતળો.ઠંડુ પડે ત્યારે મીકસરના જારમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.
 2. ત્યાર બાદ મશરુમને છોલીને લાંબા સમારી પાણીમાં મૂકો જેથી મશરુમ કાળા ન પડે.
 3. વટાણાને એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી પાંચ મિનિટ માટે સાંતળી લો.
 4. એક પેનમાં બે મોટા ચમચા તેલ ગરમ કરી તજ ,તમાલ પત્ર નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતળો.તેલ છુટ્ટુ પડે ત્યારે હળદર,લાલ મરચા,ગરમ મસાલો,મીઠુ,પાવભાજી મસાલો અને અડધુ કપ પાણી ઉમેરી પાંચ મિનિટ ધીમી આંચે સાંતળો. ચપટી ઓરેન્જ રંગ ઉમેરી મીકસ કરો.તૈયાર છે ગ્રેવી.
 5. તૈયાર કરેલી ગ્રેવીમાં સમારેલા મશરુમ,સાતંળેલા વટાણા ,કાજુ ઉમેરી થોડી વાર ધીમી આંચે પકાવો.
 6. તૈયાર છે શાહી મશરુમ મટર કરી કોથમીર થી સજાવી નાન કે રોટલી સાથે પીરસો.

My Tip:

તૈયાર થયેલા શાક પર એક ચમચો તેલ ગરમ કરી અડધી ચમચી લાલ મરચુ નાખી વગાર કરવાથી શાકનો રંગ સારો આવે છે.

Reviews for Mushroom Matar Kari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો