હોમ પેજ / રેસિપી / પાલક સોયા વડી નું શાક

Photo of Palak soya wadi shaak by Kamal Thakkar at BetterButter
522
4
0.0(0)
0

પાલક સોયા વડી નું શાક

Dec-13-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક સોયા વડી નું શાક રેસીપી વિશે

આ એક પોષ્ટીક શાક છે જેમાં પનીર ની બદલે મેં સોયા વડી નો ઉપયોગ કર્યો છે.એકદમ સરળ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ૨ કપ
  2. સોયા વડી ૧ કપ
  3. તેલ ૨ ચમચી
  4. લસણ ૮-૧૦ કળી
  5. લીલા મરચા ૨
  6. આદુ ૧ ઇંચ
  7. ડુંગળી ૨
  8. ટામેટા ૧
  9. મીઠું સ્વાદાનુસાર
  10. લીંબુ નો રસ ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. સોયા વડી ને ૩ કપ ગરમ પાણી માં ૫ મિનિટ ઉકાળો .
  2. પછી ઠંડા પાણી માં નાખો અને નિતારીને બાજુ પર મૂકો.
  3. મિક્સર માં આદુ,મરચા અને લસણ નાખીને પીસી લો.ડુંગળી ને ટામેટા પણ પીસી લો.
  4. બીજી બાજુ સમારેલી પાલક ને બે ચમચા પાણી નાખીને ૧૦ મિનિટ બાફી લો.ઠંડુ થાય એટલે પીસી લો.
  5. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને ડુંગળી,લસણ ને ટામેટા નું પેસ્ટ ઉમેરો.
  6. ૩-૪ મિનિટ સાંતળો.તેલ છૂટું પડી જશે.
  7. હવે પીસેલી પાલક ઉમેરો.
  8. મીઠું ને લીંબુ નો રસ ઉમેરો.
  9. પછી સોયા વડી ઉમેરો.
  10. ઢાંકીને ૪-૫ મિનિટ ચડવા દો.પછી મલાઈ ઉમેરીને ગેસ બંદ કરી દો.ગરમ રોટલી,પરાઠા અથવા ભાત જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર