હોમ પેજ / રેસિપી / ગાજર-મેથી ભાજી ની સબ્જી

Photo of CARROT-FENUGREEK LEAVES CURRY by Deepa Rupani at BetterButter
498
4
0.0(0)
0

ગાજર-મેથી ભાજી ની સબ્જી

Dec-14-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર-મેથી ભાજી ની સબ્જી રેસીપી વિશે

જેવું શિયાળા નું આગમન થાય એમ આપણાં રસોડા માં અમુક શાકભાજી, શિયાળા ના પ્રતિનિધિ ની જેમ આપણાં ઘર માં હાજર હોય જ છે. ગાજર અને મેથી ની ભાજી એમાંના છે. ગાજર ને આપણે હલવા, સૂપ, તથા સલાડ માં ઉપયોગ કરતા હોય છે. જ્યારે મેથી ભાજી, ઢેબરાં, મુઠીયા, માં વધારે વાપરતા હોય છીએ. આજે એ બંને ને મેળવી શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ ઝીણી સુધારેલી મેથી ભાજી
  2. 1 કપ સુધારેલા ગાજર
  3. 2 સુધારેલી ડુંગળી
  4. 2 ચમચા લસણ, આદુ,મરચા ની પેસ્ટ
  5. 1/4 ચમચી હળદર
  6. 1 ચપટી હિંગ
  7. 1 ચમચી તેલ
  8. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. તેલ ગરમ મૂકી, હિંગ નાખી ડુંગળી પણ નાખી, ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  2. ત્યારબાદ પેસ્ટ અને ભાજી નાખી થોડું સાંતળો.
  3. હવે ગાજર, મીઠું, હળદર અને 1 કપ પાણી ઉમેરી,જ્યાં સુધી ગાજર ચડી જાય ત્યાં સુધી કુક કરો.
  4. તમારે શાક માં જેટલો રસો જોઈએ એ પ્રમાણે પાણી વધારે ઓછું ઉમેરવું.
  5. ગરમ ગરમ, રોટી, પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર