હોમ પેજ / રેસિપી / હૈદરાબાદી રીંગણ

Photo of Hyderabadi Brinjal by Mital Viramgama at BetterButter
434
4
0.0(0)
0

હૈદરાબાદી રીંગણ

Dec-14-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હૈદરાબાદી રીંગણ રેસીપી વિશે

હૈદરાબાદી રીંગણ એક ગ્રેવી વાળી સબ્જી છે. આ ગ્રેવી ટેસ્ટ મા ખુબજ ટેસ્ટી અને બીજી ગ્રેવી કરતાં થોડી અલગ છે.બનાવા સિમ્પલ અને ટેસ્ટી.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 6નંગ નાની સાઇઝના રીંગણ
  2. 4નંગ સુકા લાલ મરચાં
  3. 1ટેબલ સ્પૂન મગફળી ના દાણા
  4. 1ટેબલ સ્પૂન અળદની દાળ
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. 1/2સ્પૂન સૂકા ધાણા
  7. 1ટેબલ સ્પૂન ટોપરૂ સૂકું
  8. 1 પીસ આદું
  9. થોડો લીમડો
  10. 1ટી સ્પૂન લસણની પેસ્ટ
  11. તળવા માટે તેલ
  12. 3ટેબલ સ્પૂન તેલ
  13. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  14. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  15. 1/2 લીંબુ નો રસ
  16. 1ટી સ્પૂન ખાંડ
  17. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં નાની સાઇઝના રીંગણ લઇને સાફ કરી ને નીચે થી ક્રોસ મા કાપી લો.ડાડલી નથી કાઢવાની.
  2. હવે આ રીંગણ ને તળી લેવા ના.
  3. હવે ગ્રેવી માટે અળદની દાળ,ટોપરૂ,સુકા મરચાં લીમડો ,ધાણા,મગફળી ના દાણા બધું એક મીનીટ ધીમા તાપે શેકવા નુ.
  4. હવે ડુંગળી,લસણ આદુ સેકેલા મસાલા બધું મીકસર મા પીસી લો ગ્રેવી. થોડું પાણી નાંખી પીસાનું.
  5. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી દો.
  6. હવે પીસેલી ગ્રેવી નાખી સાંતળવું .
  7. હળદર નીમક સ્વાદ અનુસાર નાખી બરાબર સાંતળાય જાય એટલે તળેલા રીંગણ નાખી મીક્સ કરી લો અને બે થીંત્રણ મીનીટ કુક કરવાનું .
  8. પછી છેલ્લે લીંબુ નો રસ અને ખાંડ નાખી લીલાં ધાણા ભાજી નાખી મીક્સ કરી લો. હવે શાક તૈયાર છે સવઁ કરવા માટે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર