હોમ પેજ / રેસિપી / મિક્સ વેજ. પનીર ખીમો

Photo of Mix. Veg. Paneer kheema by Dimpal Patel at BetterButter
443
3
0.0(0)
0

મિક્સ વેજ. પનીર ખીમો

Dec-14-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ વેજ. પનીર ખીમો રેસીપી વિશે

પનીર અને ઘણા બધા શાકભાજી માંથી બનાવેલી ખૂબ જ ટેસ્ટી અને અલગ ડીશ.....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કાંદા - ૩ (ઝીણા સમારેલા)
  2. ટામેટાં - ૧ (ઝીણું સમારેલું)
  3. કેપ્સીકમ - ૧ (ઝીણું સમારેલું)
  4. ટામેટાં પ્યૂરી - ૧૧/૨ કપ
  5. બાફેલા શાકભાજી ( ગાજર , ફણસી, વટાણા) - ૧/૪ કપ
  6. પનીર - ૧૦૦ ગ્રામ
  7. ચીઝ ક્યુબ - ૧
  8. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  9. આદુ - લસણની પેસ્ટ - ૧ નાની ચમચી
  10. હળદર - ૧ નાની ચમચી
  11. લાલ મરચાં ની ભૂકી - ૧ મોટી ચમચી
  12. ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  13. ધાણા - જીરું પાવડર - ૧ મોટી ચમચી
  14. પંજાબી ગ્રેવી મસાલો - ૧ મોટી ચમચી
  15. ચાટ મસાલો - ૧ નાની ચમચી
  16. કસૂરી મેથી - ૧ મોટી ચમચી
  17. કોથમીર - ૨ મોટી ચમચી
  18. તેલ - ૧ મોટી ચમચી
  19. ઘી કે માખણ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેણીમાં તેલ અને ઘી (કે માખણ) લેવું. તેમાં ઝીણાં સમારેલાં કાંદા સાંતરવા.
  2. કાંદા ગુલાબી થાય પછી તેમાં ટામેટાં પ્યૂરી ઉમેરવી.
  3. તેલ છૂટું પડે પછી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ , આદુ - લસણની પેસ્ટ અને બધા સૂકા મસાલા નાંખવા.
  4. ૧/૪ કપ પાણી નાંખીને ૧ મિનિટ થવા દેવું.
  5. પછી તેમાં બાફેલા શાકભાજી , કાપેલા ટામેટાં અને કાપેલા કેપ્સીકમ નાંખીને ૫ થી ૭ મિનિટ સાંતરવું.
  6. છીણેલું ચીઝ અને પનીર મિક્સ કરવું. ૫ થી ૭ મિનિટ ઢાંકીને થવા દેવું. ગ્રેવી માટે જરૂર જણાય તો પાણી ઉમેરવું.
  7. કાપેલી કોથમીર , ચીઝ અને પનીર થી સજાવવું.
  8. રોટલી , નાન કે ભાત સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર