હોમ પેજ / રેસિપી / ગટટે ઇન સિંધી ગ્રેવી

Photo of Gatte in sindhi gravy by Hanika Thadani at BetterButter
259
4
0.0(0)
0

ગટટે ઇન સિંધી ગ્રેવી

Dec-15-2018
Hanika Thadani
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગટટે ઇન સિંધી ગ્રેવી રેસીપી વિશે

આ શાકમાં મેં રાજસ્થાની અને સિંધીનું ફ્યુઝન કર્યું છે.ગટટા ને સિંધી ગ્રેવી માં નાખીને બનાવેલુ આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • બાફવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ગ્રેવી માટે:
  2. ૨ ડુંગળી
  3. ૨ ટામેટા
  4. ૧ લીલું મરચું
  5. ૪ લસણ ની કળી
  6. ૧/૨ ચમચી જીરું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૧/૪ ચમચી હળદર
  10. ૧ ચમચી ધાણાજીરું
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૫ ચમચી તેલ
  13. ગટટે માટે:
  14. ૧ વાટકી ચણા નો લોટ
  15. ૧ નાની ડુંગળી
  16. ૧ લીલુ મરચુ
  17. ૧ ચમચી કોથમીર
  18. મીઠું સ્વાદ મુજબ
  19. ૧ ચમચી લાલ મરચું
  20. ૧/૪ ચમચી હળદર
  21. ૧/૪ ચમચી ગરમ મસાલો
  22. ૧/૨ ચમચી ખસખસ
  23. ૬ ચમચી તેલ મોણ માટે
  24. તેલ તળવા માટે
  25. પાણી બાફવા માટે

સૂચનાઓ

  1. ગ્રેવી માટે:
  2. સૌપ્રથમ ડુંગળીને સમારી લો.કૂકરમાં ૫ ચમચી તેલ લો.
  3. તેલ ગરમ થાય એટકે ડુંગળી,સમારેલુ લસણ અને જીરું નાખી સાંતળો.
  4. ડુંગળી આછા લાલ રંગની થાય એટલે તેમાં ટામેટું અને લીલું મરચું પીસીને નાખો.
  5. મીઠું નાખી ૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  6. કુકર ખુલે એટલે ગ્રેવી ને વલોણાથી મેસ કરી બાકીના મસાલા નાખી ચડવા દો.
  7. ૧ ૧/૨ ગ્લાસ પાણી નાખી ૫ મિનિટ ઉકાળો.
  8. ગટટે માટે:
  9. જ્યાં સુધી કુકર ને સીટી વાગે એક વાટકા માં ચણાનો લોટ લો.
  10. તેમાં ઝીણી સમારેલી ડુંગળી,લીલું મરચું,કોથમીર ,સૂકા મસાલા,ખસખસ અને મોણ નું તેલ નાખી કડક લોટ બાંધો.
  11. તેના રોલ બનાવી પાણી માં ૩ મિનિટ માટે તેજ તાપે બાફી લો.
  12. બફાઈ ગયા પછી ઠંડા પડે એટલે ટુકડા કરી તેલ માં તળી લો.
  13. ગ્રેવી માં નાખી ભાત કે રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર