હોમ પેજ / રેસિપી / તુવેર લીલવા ઢોક્ળી નું શાક

Photo of Tuar Lilwa Dhokli Sabzi by Mital Viramgama at BetterButter
516
2
0.0(0)
0

તુવેર લીલવા ઢોક્ળી નું શાક

Dec-16-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર લીલવા ઢોક્ળી નું શાક રેસીપી વિશે

તુવેર ઢોક્ળી નું શાક એક સિમ્પલ અને ટેસ્ટી શાક છે.શિયાળા માં ખાસ કેરીને તાજી તુવેર માથી બનાવેલું છે. તમે સૂકી તુવેર માથી પણ બનાવી શકો. આ શાક બાજરા ના રોટલા અને ખીચડી સાથે તમેજ રોટલી સાથે સારૂં લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઢોક્ળી માટે :sunflower:
  2. 4ટેબલ સ્પૂન ચણાનો લોટ
  3. 2ટેબલ સ્પૂન ઘઉં નો લોટ
  4. 1/4ટી સ્પૂન લાલ મરચું
  5. 1/2ટી સ્પૂન નીમક
  6. 1/4 ટી સ્પૂન અજમો
  7. 1ટી સ્પૂન તેલ
  8. ચપટી હળદર
  9. શાક માટે
  10. 1કપ લીલી તુવેર ના દાણા બાફેલા
  11. 2 ટમેટા ની પયુરી
  12. 2ટેબલ સ્પૂન તેલ
  13. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  14. 1/2ટેબલ સ્પૂન લસણ પેસ્ટ
  15. 1ટી સ્પૂન લાલ મરચું
  16. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  17. નીમક સ્વાદ અનુસાર
  18. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  19. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  20. 1/2સ્પૂન ખાંડ
  21. 1/4ટી સ્પૂન હળદર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં તુવેર દાણા બાફી લો
  2. હવે ઢોક્ળી માટે લોટ ની અંદર બધો મસાલો નાખી કઠણ લોટ બાંધવો
  3. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું .
  4. હવે તેમાં ટામેટાની પયુરી નાખી હળદર નીમક લાલ મરચું ઘાણા જીરૂ ખાંડ બધું નાખી સાંતળવું .
  5. ટામેટું એકદમ બરાબર ચડી જાય એટલે તેમાં 1/2કપ જેટલું પાણી નાંખી દો.
  6. પાણી બરાબર ઉકળે એટલે તેમાં નાનાં નાનાં લુવા ચપટી થી દબાવી ઢોક્ળી વાળી ગ્રેવી ની અંદર નાખી દો.
  7. હવે ઢાંકી ને પાંચ મીનીટ ચડવા દેવાની ઢોક્ળી.
  8. હવે તેમાં બાફેલા તુવેર ના દાણા નાખી મીક્સ કરી લો પછી ધીમા તાપે ઢાંકી ને ચડવા દેવું
  9. બરાબર ચડી જાય અને એકરસ થઈ જાય એટલે તેમાં લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  10. હવે તૈયાર છે ઢોક્ળી નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર