હોમ પેજ / રેસિપી / રીંગણ બટેટા ભરેલાં

Photo of Stuffed Brinjal Aloo by Mital Viramgama at BetterButter
485
2
0.0(0)
0

રીંગણ બટેટા ભરેલાં

Dec-16-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ બટેટા ભરેલાં રેસીપી વિશે

આ એક કાઠીયાવાડી ભરેલું શાક છે. ભરેલાં શાક બધી ડીસ સાથે સર્વ કરી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ભરેલાં શાકનો મસાલો :hibiscus::four_leaf_clover:
  2. 4ટેબલ સ્પૂન સેકેલો ચણાનો લોટ
  3. 2ટેબલ સ્પૂન ગાંઠીયા નો ભૂકો
  4. 1ટેબલ સ્પૂન સેકેલો મગફળી નો ભૂકો
  5. 1ટી સ્પૂન તલ અને વરીયાળી
  6. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  7. 1/4 ટી સ્પૂન લાલ મરચું
  8. ચપટી હળદર નીમક સ્વાદ અનુસાર
  9. લીંબુ નો રસ અને ખાંડ સ્વાદ અનુસાર
  10. લીલા ધાણા ભાજી થોડા
  11. 1ટી સ્પૂન તેલ
  12. શાક માટે :four_leaf_clover:
  13. 4 નંગ નાના રીંગણ
  14. 4 નંગ બટેટા નાના
  15. 1 ડુંગળી લાંબી કાપેલી
  16. 2 ટામેટાં ખમણેલું
  17. 3ટેબલ સ્પૂન તેલ
  18. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  19. 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  20. 1ટી સ્પૂન લાલ મરચું
  21. 1 ટી સ્પૂન ધાણા જીરૂ
  22. 1/4 ટી સ્પૂન હળદર
  23. 1/4 ટી સ્પૂન ગરમ મસાલો
  24. નીમક સ્વાદ અનુસાર
  25. 1/2સ્પૂન ખાંડ
  26. લીલા ધાણા ભાજી
  27. વધાર માટે રાઇ જીરૂ હીઞ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં રીંગણ ને ધોઇને સાફ કરી નીચે થી બે કાંપા મારી દો ક્રોસ મા તેના ડાડલી થોડી રહેવા દેવા ની.
  2. બટેટા ની છાલ ઉતારી સાઇડમાં થીં એક કાપો મારી દો.અને ડુંગળી લાંબી સલાઇઝ મા કાપી લો.
  3. હવે ભરેલાં શાક નો બધો મસાલો મીકસ કરી બધું તમારાં સ્વાદ અનુસાર નાંખી મીક્સ કરી લો .
  4. હવે આ મસાલો રીંગણ અને બટેટા મા ભરી દો.બટેટા મા મસાલો ભરી પછી વચ્ચે થીં કાંપી લો.
  5. હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ ડુંગળી નાખી સાંતળવું
  6. પછી હળદર,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી ટામેટું નાખી સાંતળવું.
  7. નીમક સ્વાદ અનુસાર નાખી થોડું પાણી નાંખી મીક્સ કરી લો .
  8. હવે આ ગ્રેવી મા ભરેલાં બટેટા નાખી હલાવીને ઉપર ભરેલાં રીંગણ મૂકી દો અને વધેલો ભરેલાં શાક નો મસાલો છાંટી દો.
  9. રીંગણ નાખ્યા પછી હલાવાનુ નથી
  10. હવે કુકર બંધ કરી બે થી ત્રણ વીસલ ધીમા તાપે મારી લો.
  11. પછી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  12. કુકર માથી વરાળ બરાબર નીકળી જાય પછી ખોલી ને લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો અને ગરમાગરમ સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર