સ્મોકેડ મસાલા મસૂર | SMOKED MASALA MASOOR Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  17th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of SMOKED MASALA MASOOR by Deepa Rupani at BetterButter
સ્મોકેડ મસાલા મસૂરby Deepa Rupani
 • તૈયારીનો સમય

  6

  Hours
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

સ્મોકેડ મસાલા મસૂર

સ્મોકેડ મસાલા મસૂર Ingredients to make ( Ingredients to make SMOKED MASALA MASOOR Recipe in Gujarati )

 • 1 કપ મસૂર
 • 1/4 કપ રાજમા
 • 3 ડુંગળી
 • 3 ટામેટા
 • 1 ચમચો લસણ, આદુ, મરચાં પેસ્ટ
 • 2 ચમચા ઘી
 • 1/4 ચમચી જીરું
 • 1/4 ચમચી હળદર
 • 1/2 ચમચી લાલ મરચું
 • 2 ચમચા દાળ મખની મસાલા
 • મીઠું સ્વાદાનુસાર
 • 1 કોલસો અથવા ઠીકરું

How to make સ્મોકેડ મસાલા મસૂર

 1. મસૂર, રાજમા ને રાત થી પલાળી દેવા. સવારે ધોઈ ને કુકર માં બાફી લેવા.
 2. ટામેટા ડુંગળી ને ઝીણા સુધારી લેવા.
 3. ઘી ગરમ મૂકી,જીરું નાખવું, જીરું તતળે એટલે પેસ્ટ ને નાખી સાંતળવી.
 4. ડુંગળી નાખી, પારદર્શક થાય ત્યાં સુધી સાંતળવી. પછી ટામેટા ઉમેરી હજી વધારે સાંતળો.
 5. સાથે સાથે કોલસો/ઠીકરું એકદમ ગરમ થવા ગેસ પર રાખી દેવું.
 6. હવે બધા મસાલા નાખી ને ઘી ફૂટી જાય ત્યાં સુધી સાંતળો.
 7. પછી મસૂર, રાજમા, મીઠું અને પાણી નાખી સરખું મિક્સ કરી, ઉકાળો આવા દો.
 8. ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી ,કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
 9. હવે કોલસો/ ઠીકરું એકદમ લાલ થાય ને ગરમ થઇ ગયું હશે. એને મસૂર માં એક નાની વાટકી માં સાચવી ને મુકો અને ઉપર થોડું ઘી નાખી તરત ઢાંકી દો.
 10. થોડી મિનિટ ધીમી આંચ પર રાખી, ગેસ બંધ કરવો.
 11. ગરમ ગરમ, રોટી, પરાઠા કે ભાત સાથે પીરસો.

My Tip:

પીરસતી વખતે તાજી મલાઈ નાખી શકાય. મરચું તમારા સ્વાદ પ્રમાણે નાખવું.

Reviews for SMOKED MASALA MASOOR Recipe in Gujarati (0)