શાહી રીંગણ | Sahi Baigan Recipe in Gujarati

ના દ્વારા Bansi chavda  |  17th Dec 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Sahi Baigan by Bansi chavda at BetterButter
શાહી રીંગણby Bansi chavda
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

1

શાહી રીંગણ

શાહી રીંગણ Ingredients to make ( Ingredients to make Sahi Baigan Recipe in Gujarati )

 • 3 નંગ મોટા રીંગણ
 • 1 નંગ બટેટા
 • 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
 • 1 ચમચી ઝીણા સમારેલ આદું મરચા
 • 1 ઝીણું સમારેલ શિમલા મિર્ચ
 • 2 ચમચી કોથમીર
 • 1oo ગ્રામ પનીર
 • 3 ચમચી કોર્ન ફ્લોર
 • 1/2 ચમચી હળદર
 • 1/2 ચમચી જીરું
 • 1 ચમચી લાલ મરચા પાવડર
 • 1 ચમચી લીંબુ નો રસ
 • 4 ચમચી તેલ
 • ગ્રેવી બનવા માટે:
 • 4 ચમચા તેલ
 • 4 ટમેટા ક્રશ કરેલા
 • 2 ડુંગળી ક્રશ કરેલ
 • 1 ચમચી આદું લસણ ની pest
 • 8 થિ 10 કાજુ
 • 1 ચમચી ખસખસ
 • 2 ચમચી મલાઈ
 • 1/2 ચમચી હળદર
 • 2 ચમચી લાલ મરચા પાવડર
 • 1 ચમચી ધાણાજીરું
 • 1ચમચી ગરમ મસાલો
 • નમક સ્વાદ મુજબ
 • 1 નંગ તમાલપત્ર
 • 1નંગ લાલ સૂકું મરચું
 • 3 નંગ લવિંગ
 • 1 નંગ તજ
 • 2 ચમચી છીણેલું પનીર

How to make શાહી રીંગણ

 1. સૌ પ્રથમ રીંગણ ની રિંગ તૈયાર કરો
 2. તૈયાર કરેલ રિંગ ને નોનસ્ટિક ઉપર બેચમચી તેલ મુકી અધકચરી બન્ને બાજુ શેકી લો
 3. રિંગ ની વચ્ચે નો મસાલો તૈયાર કરવા બે ચમચી તેલ તેમાં જીરું મુકી આદું મરચા ડુંગળી ને સાંતળી લો
 4. હવે તેમાં સુકા મસાલા અને જૃર મુજબ નમક નાખી તેમાં બાફેલ બટેટા અને પનીર મિક્સ કરી દો
 5. આ તૈયાર મસાલા ને રીંગણ ની બે રિંગ વચ્ચે ભરી બધી જ રિંગ તૈયાર કરો
 6. તૈયાર કારેલ રિંગ ને કોર્ન ફ્લોર ની સ્લરિ માં રગદોળી ફરી શેકી લો
 7. હવે ઍક કડાઈ મા તેલ મુકી તેમાં તજ લવિંગ તમાલપત્ર લાલ મરચું ઉમેરી આદું લસણ ની pest સાંતળી તેમાં ક્રશ કરેલ ડુંગળી ઉમેરી સાંતળો
 8. હવે તેમાં ટમેટા ક્રશ કરેલા અને સુકા મસાલા ઉમેરી દો
 9. હવે તેમાં કાજુ અને ખસખસ ની pest ઉમેરો સાથે મલાઈ પણ
 10. ગ્રેવી મા જરૂર મુજબ નમક ઉમેરો અને ગ્રેવી ની થિક્નેસ મધ્યમ રહે એ મુજબ ઉકાળો .તૈયાર ગ્રેવી માંથી અડધી ગ્રેવી આએક ફ્રાય પેન મા પાથરો તેણી ઉપર તૈયાર કરેલ રીંગણ ની રિંગ ગોઠવો અને બાકી રહેલ ગ્રેવી ને ઉપર રેડો
 11. 5 મીનીટ ધીમા ગેસ પાર રાખી ગરમ ગરમ પીરસો...તૈયાર છે શાહી રીંગણ

My Tip:

ઉપર થિ પનીર છીણી ને નાખવાથી ટેસ્ટ અને દેખાવ બન્ને સારો લાગશે

Reviews for Sahi Baigan Recipe in Gujarati (1)

Dharmesh Chavdaa year ago

જવાબ આપવો