હોમ પેજ / રેસિપી / પાલક મગ ની દાળ

Photo of PALAK MUNG DAL by Deepa Rupani at BetterButter
523
3
0.0(0)
0

પાલક મગ ની દાળ

Dec-18-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક મગ ની દાળ રેસીપી વિશે

પાલક ની ભાજી માં લોહતત્વ ભરપૂર હોય છે અને મગ ની દાળ માં પ્રોટીન.. આ બંને ને મેળવી ને બનાવેલી આ વાનગી દાળ અને શાક બંને માં ચાલી જાય છે.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ પાલક
  2. 1 કપ મગ ની મોગર
  3. 1 tbsp ઝીણી સુધારેલું લીલું લસણ
  4. 1 tbsp લાલ મરચું
  5. 1 tsp હળદર
  6. 1 tbsp ધાણાજીરું
  7. 1 tbsp તેલ
  8. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. મગ ની દાળ ને ધોઈ ને 15 મિનિટ માટે પલાળી દો. પાલક ને સરખી ધોઈ ને ઝીણી સુધારી લો.
  2. હવે તેલ ગરમ મૂકી પાલક અને દાળ ને વઘારી દો. મિક્સ કરી એક બે મિનિટ રહેવા દો.
  3. ત્યારબાદ બધો મસાલા, મીઠું, લીલું લસણ તથા 1 કપ પાણી નાખી મિક્સ કરી, ધીમા ગેસ પર અડધું ઢાંકણ ઢાંકી ને ચડવા દો.
  4. વચ્ચે વચ્ચે એક બે વાર હલાવવું. થોડી વાર માં દાળ ચડી જશે અને આપણી વાનગી તૈયાર થઈ જશે.
  5. રસો જે પ્રમાણે રાખવો હોય તે પ્રમાણે પાણી નું પ્રમાણ રાખવું. ગરમ ગરમ રોટી, પરાઠા સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર