હોમ પેજ / રેસિપી / વેજીટેબલ કઢી

Photo of Vegetables kadhi by Dipali Modi at BetterButter
766
2
0.0(0)
0

વેજીટેબલ કઢી

Dec-18-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ કઢી રેસીપી વિશે

બધા ના ઘરમાં વિવિધ કાઢી બનતી હોય છે. આજે મે ગાજર, ફણસી,વટાણા,ફુલાવર જેવા શાક લઈ કાઢી બનાવી છે. ખાવા મા ખુબ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ દહીં
  2. ૨ ટેબલ સ્પૂન વેસણ
  3. ૧૧/૨ ટેબલ સ્પૂન તેલ
  4. ૧ ટી સ્પૂન રાઈ
  5. ૧ ટી સ્પૂન જીરૂં
  6. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  7. ૧ ટી સ્પૂન હળદર
  8. ૧ ટી સ્પૂન ધણાજીરુ પાવડર
  9. ૧/૨ ટી સ્પૂન હિંગ
  10. ૧૦ થી ૧૨ પાન મીઠો લીમડો
  11. ૧ ટી સ્પૂન લસણ
  12. ૨ સૂકા મરચાં
  13. ૧ ટી સ્પૂન આદુ
  14. ૧ ટી સ્પૂન લીલા મરચાં પેસ્ટ
  15. ૧ /૪ કપ સમારે લી ડુંગળી
  16. ૧ બાઉલ વેજીટેબલ( વટાણા, ફણસી,
  17. ગાજર,ફુલાવર )
  18. મીઠું સ્વાદાનુસાર
  19. પાણી જરૂરમુજબ

સૂચનાઓ

  1. એક વાસણમાં વેસણ નો લોટ દહીં પાણી નાખી મિક્ષ કરો
  2. એક કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ,જીરૂ નો વધાર કરવો.
  3. તેમાં હિંગ,મીઠો લીમડો,લસણ, આદું,મરચાં,સૂકા લાલ મરચા,ડુંગળી ઉમેરી સાંતળો.
  4. પછી તેમાં બધા સમારેલા વેજીટેબલ ઉમેરો.
  5. તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધનાજીરુ,મીઠું ઉમરીને બરાબર મિક્સ કરી થોડી વાર પકવું.
  6. પછી તેમાં દહીં,વેસણ વાળું મિસરન ઉમેરી ધીમી આચ ઉપર ૨૦થી૨૫ મિનિટ ઉકાળો .
  7. પછી ગેસ બંધ કરી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર