હોમ પેજ / રેસિપી / ઓઇલ ફ્રી છોલે

Photo of Oil free chole by Mumma's kitchen at BetterButter
621
3
0.0(0)
0

ઓઇલ ફ્રી છોલે

Dec-18-2018
Mumma's kitchen
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓઇલ ફ્રી છોલે રેસીપી વિશે

છોલે એક એક એવી ડીશ છે જે નાના મોટા દરેકને ભાવતી વાનગી છે,જે લોકો કોલેસ્ટ્રોલ ના કારણે ઘણી બધી વાનગીઓ ખાવાનું ટાળે છે કે જેમા તેલ ઘી કે બટર નો ઉપયોગ ભરપુર માત્રા મા કર્યો હોય છે, આપણી માન્યતા હોય છે કે તેલ અને ઘી વગર ની કોઈ પણ વાનગી બનાવી ના શકાય, પરંતુ આજ હું આ પંજાબી છોલે ને એક ટીપા તેલ વગર પણ ખુબ જ સ્વાદિષ્ટ કેવી રીતે બને તે શીખવાડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

  1. 150ગ્રામ કાબુલી ચણા
  2. 1 નંગ સમારેલો કાંદો
  3. 2-3 નંગ સમારેલા ટામેટાં
  4. 6-8 લસણ ની કળી
  5. 2 નંગ લીલા મરચાં
  6. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  7. 1/2 ટીસ્પૂન હળદર
  8. 1 ટેબલસ્પૂન ધાણાજીરું
  9. 1 ટેબલસ્પૂન છોલે મસાલો
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. કસુરી મેથી
  12. કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાબુલી ચણા ને ધોઈ લેવા અને તેને ગરમ પાણી મા 6 કલાક સુધી પલાળી દો ,ચણા પલળી ને ડબલ સાઇઝ ના થઈ જાય એટલે તેને પ્રેશરકુકર મા મીઠુ નાખી 3-4 વ્હીસલ વગાડી લો
  2. ત્યાર બાદ એક કૂકર મા સમારેલા કાંદા ટામેટાં લસણ, મરચા તથા ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને તેને 3 વ્હીસલ વગાડી ને બાફી લો
  3. બાફેલા કાંદા ટામેટાં ને ઠંડા પડવા દો
  4. ત્યાર બાદ તેને બ્લેનડર વડે બ્લેન્ડ કરી ને એકદમ બારિક પીસી લો
  5. ત્યાર બાદ એક કડાઈમાં આ તૈયાર કરેલી ગ્રેવી ને ઉકળવા મૂકો અને તે ગરમ થાય એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો
  6. તેને ઢાંકીને ને ઉકળવા દો મસાલો અને છોલે એકદમ સરસ ઉકળી જાય એટલે તેમાં કસુરી મેથી ઉમેરો અને તેને કોથમીર ભભરાવી ને ગારનીશ કરી લો
  7. તૈયાર છે ગરમા ગરમ ઓઇલફ્રી છોલે, તેને ગરમા ગરમ કુલચા પરાઠા કે નાન સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર