હોમ પેજ / રેસિપી / તંદૂરી બેબી પોટેટોસ ઈન ટેન્ગી ગ્રેવી

Photo of Tandoori baby potatoes in tangy gravy by Mumma's kitchen at BetterButter
42
3
0.0(0)
0

તંદૂરી બેબી પોટેટોસ ઈન ટેન્ગી ગ્રેવી

Dec-18-2018
Mumma's kitchen
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદૂરી બેબી પોટેટોસ ઈન ટેન્ગી ગ્રેવી રેસીપી વિશે

આપણે બધા ને બટાકા નુ શાક ખુબ જ ભાવતુ હોય છે, અને આપણે તેને વિવિધ પ્રકારના શાક બનાવતા જ હોઇએ છીએ નાની સાઈઝ ના બટાટા હોય એટલે તેનુ હંમેશા દમ આલુ નુ શાક બનાવતા હોય છે પરંતું આજ હું તમને એક 2 ઈન વન રેસીપી શીખવાડીશ, જેને તમે એક સ્ટાટૅર તરીકે પણ પીરસી શકાય છે અને તેનુ એક સ્વાદિષ્ટ શાક પણ બનાવી શકાય છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • પંજાબી
 • એર ફ્રાઈગ
 • પ્રેશર કુક
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

 1. 500 ગ્રામ નાની સાઈઝ ના બટાટા
 2. 4-5 ટામેટાં
 3. 2 નંગ કાંદા
 4. 4-5 કળી લસણ
 5. 2-3 નંગ લીલા મરચાં
 6. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
 7. 1 ટેબલસ્પૂન તંદૂરી મસાલા
 8. 1/2 ટી સ્પૂન હળદર
 9. 1 ટેબલસ્પૂન ધાણાજીરું
 10. સ્વાદ અનુસાર મીઠું
 11. 3-4 ટેબલસ્પૂન દહીં
 12. 4-5 ટેબલસ્પૂન તેલ
 13. કસુરી મેથી
 14. કોથમીર

સૂચનાઓ

 1. *સૌ પ્રથમ નાના બટાટા ને પ્રેશરકુકર મા બાફી લો અને તેની છાલ ઉતારી લો, * એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમા કાંદાલસણ અને ટામેટા ને સાંતળી લો તે ઠંડુ થઇ જાય એટલે તેને પીસી ને ગ્રેવી તૈયાર કરો ત્યાર બાદ એક વાસણ મા બટાટા મા લાલ મરચુ હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું અને તંદૂરી મસાલા,કસુરી મેથી તથા થોડુ તેલ અને દહીં ઉમેરો.
 2. ત્યાર બાદ તેને હળવા હાથે મિક્સ કરી ને મેરીનેટ કરી લો
 3. અડધા કલાક બાદ મેરીનેટ કરેલા બટાટા ને પ્રીહીટ કરેલા એરફ્રાયર મા 15 મિનિટ માટે 180ડીગ્રી પર સેટ કરી બેક લો
 4. 15 મીનીટ બાદ બટાટા ઉપર થી એકદમ ક્રિશપી થઇ જાય એટલે તેને બહાર કાઢી લો
 5. હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કાંદા ટામેટાં ની ગ્રેવી ઉમેરો અને તેને સાંતળો તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકી ને ઉકળવા દો, તે ઉકળી જાય એટલે તેમાં તૈયાર કરેલા તંદૂરી બેબી પોટેટોસ ઉમેરો
 6. બાકી રહેલા તંદૂરી બેબી પોટેટોસ ને ટુથપીક લગાવી તમારા મનગમતા સલાડ સાથે સ્ટાટૅર તરીકે પણ પીરસી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર