હોમ પેજ / રેસિપી / પનીર હાન્ડી (રેસ્ટોરેન્ટ સ્ટાઈલ)

Photo of Paneer Handi (Restaurant style) by Harsha Israni at BetterButter
69
7
0.0(0)
0

પનીર હાન્ડી (રેસ્ટોરેન્ટ સ્ટાઈલ)

Dec-19-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર હાન્ડી (રેસ્ટોરેન્ટ સ્ટાઈલ) રેસીપી વિશે

આ ડીશ પંજાબી ડીશ છે જે પનીર,શિમલા મરચા,ડુંગળી ,ટામેટામાંથી બનાવેલ છે.

રેસીપી ટૈગ

 • આસાન
 • ડીનર પાર્ટી
 • પંજાબી
 • સાંતળવું
 • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

 1. ૨૫૦ ગ્રામ પનીર
 2. ૨ નંગ શિમલા મરચા
 3. ૨ નંગ ડુંગળી
 4. ૨ ટેબલસ્પૂન તેલ
 5. ૧/૪ ટી-સ્પૂન ગરમ મસાલો
 6. ગ્રેવી માટે-
 7. ૩ નંગ ડુંગળી (મોટી સમારેલી)
 8. ૪ નંગ ટામેટા (સમારેલા)
 9. ૧ ટેબલસ્પૂન તેલ
 10. ૧ /૨ ટી-સ્પૂન આદુની પેસ્ટ
 11. ૧/૨ ટી -સ્પૂન લસણની પેસ્ટ
 12. ૧/૨ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
 13. ૨-૩ ટી-સ્પૂન મગજતરીના બી
 14. ૮-૧૦ નંગ કાજુ
 15. મીઠુ સ્વાદ મુજબ
 16. ૧ ટી-સ્પૂન પાવભાજી મસાલો
 17. ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
 18. ૧ ટી-સ્પૂન લાલ મરચુ પાવડર
 19. ૧ ટી-સ્પૂન કસૂરી મેથી અથવા કસૂરી મેથી પાવડર
 20. અડધી વાટકી ગરમ દૂધ
 21. ૨ - ૩ ટેબલસ્પૂન ઘી અથવા માખણ
 22. ચપટી ઓરેન્જ અથવા લાલ ખાવાનો રંગ
 23. સજાવવા માટે-
 24. કોથમીર

સૂચનાઓ

 1. સૌ પ્રથમ શિમલા મરચા,પનીર,ડુંગળી મોટા ચોરસ સમારી લો.એક પેન ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં શિમલા મરચા અને ડુંગળી બે મિનિટ સાંતળો અને છેલ્લે પનીર અને ૧/૪ ટી-સ્પૂન ગરમ મસાલો નાખી હલાવો.ગેસ બંધ કરી ડીશમાં કાઢી લો.
 2. અડધી વાટકી દૂધમાં કાજુ અને મગજતરીના બી અડધો કલાક પલાળી લો અને મીકસરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો.
 3. એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં ડુંગળી ગુલાબી રંગની સાંતળી લો.ત્યાર બાદ ટામેટા ઉમેરી એક જ મિનિટ સાંતળી ગેસ બંધ કરી ઠંડુ પડવા દો અને મીકસરના જારમાં પીસીને પેસ્ટ તૈયાર કરો
 4. એક પેનમાં ઘી ગરમ કરી તૈયાર કરેલી ડુંગળી અને ટામેટાની પેસ્ટ સાંતળો.લસણ, આદુ,મરચાની પેસ્ટ,કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે લાલ મરચુ,ગરમ મસાલો,પાવભાજી મસાલો અને ૧/૨ કપ પાણી ઉમેરી ૫ાંચ મિનિટ ધીમી આંચે સાંતળો ઘી છુટ્ટુ પડે એટલે તૈયાર છે ગ્રેવી.
 5. તૈયાર કરેલી ગ્રેવીમાં શિમલા મરચા,ડુંગળી,પનીર અને ૧/૪ કપ પાણી ઉમેરી પાંચ -સાત મિનિટ ઘીમી આંચે ઢાંકણથી ઢાંકીને પકાવો.છેલ્લે કસૂરી મેથી અને ઓરેન્જ કે લાલ ખાવાનો રંગ ઉમેરી ગેસ બંધ કરીદો.
 6. તૈયાર છે પનીર હાન્ડી કોથમીરથી સજાવી રોટલી ,નાન કે પૂરી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર