હોમ પેજ / રેસિપી / દહીં નું શાક

Photo of dahi ki sabji by Apeksha's Kitchen at BetterButter
634
3
0.0(0)
0

દહીં નું શાક

Dec-19-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં નું શાક રેસીપી વિશે

જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે શું બનાવવું ખબર નથી પડતી તેવા સમયે ચોક્કસથી આ શાખ બનાવી જોજો બધા ખુશ થઈ જશે એક સરળ અને સ્વાદિષ્ટ શાક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકી દહીં
  2. 2,3 ચમચી તેલ
  3. 2 ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  5. 1 નાનો ટુકડો આદુ ઝીણું સમારેલુ
  6. 2,3 લસણની કળી ઝીણી સમારેલી
  7. 1 તમાલપત્ર
  8. 1/2 ચમચી જીરુ
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ધાનાજીરુ
  11. 1 ચમચી લાલ મરચું પાવડર
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા તમાલપત્ર નાખો.
  2. હવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. ડુંગળી થઈ જાય એટલે તેમા લીલા મરચાં, લસણ અને આદુ નાખી સાતળી લો.
  4. ત્યારબાદ તેમાં બઘા મસાલા અને થોડું પાણી એડ કરી તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો.
  5. તેલ છૂટું પડે એટલે તેમા દહીં ઉમેરો અને 2 મિનિટ સુધી ફેરવીલો દહીં ને વધુ સમય સુધી સાંભળવાનું નથી. નહીં તો તે ફાટી જશે.
  6. 2 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર નાખવી.
  7. તૈયાર છે આપણી ગરમાગરમ અને ટેસ્ટી દહીં નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર