હોમ પેજ / રેસિપી / પનીર મહારાજા

Photo of Paneer maharaja by Apeksha's Kitchen at BetterButter
288
3
0.0(0)
0

પનીર મહારાજા

Dec-19-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર મહારાજા રેસીપી વિશે

પનીર મહારાજા પંજાબી ડીશ છે જેની ગ્રેવી ખૂબ રીચ હોય છે તો બજાર જેવી સબ્જિ અવે ઘરમાં જ બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 200 ગ્રામ પનીર મોટા ક્યૂબ માં
  2. 2 ડુંગળી મોટી સમારેલી
  3. 4 ટમેટા મોટા સમારેલા
  4. 1 ટુકડો આદુ
  5. 6,7 લસણની કળી
  6. 2 તમાલપત્ર
  7. 3,4 લવિંગ
  8. 2 ઈલાયચી
  9. 1 નાનો ટુકડો તજ
  10. 1/2 વાટકી કાજૂ ની પેસ્ટ
  11. 2,3 ચમચી ક્રીમ
  12. 3 ચમચી બટર
  13. 2 ચમચી કશ્મીરી લાલ મરચું
  14. 1 1/2 ચમચી ધાનાજીરુ
  15. 1/2 ચમચી હળદર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. 1 ચમચી ખાંડ
  19. કસુરી મેથી
  20. કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં તેલ લઈ પનીર ના ટુકડા તળીલો.
  2. હવે એજ પેન માં ડુંગળી, આદુ, લસણ, ટમેટા અને બધા ખડા મસાલા નાખી સાતળી લો.
  3. સંતળાઈ જાય પછી તેને ગેસ પર થી ઉતારી ઠંડું થવાદો.
  4. ઠંડુ થઈ જાય પછી તેને એક મિક્સરજાર માં લઈ તેમાં થોડું પાણી એડ કરી પેસ્ટ તૈયાર કરીલો.
  5. હવે એક પેન માં બટર નાખો બટર ઓગળે એટલે તેમા રફલિ ચોપ ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો અવે તેમા ટમેટા ડુંગળી ની પેસ્ટ એડ કરો.
  6. 2 મિનિટ સાંતળી લીધા પછી બધા મસાલા, મીઠું અને ખાંડ નાખી મસાલો બરાબર શેકવાદો.
  7. તેલ છૂટું પડે ત્યાંર બાદ તેમા કાજુ ની પેસ્ટ અને ક્રીમ નાખવી.
  8. થોડું પાણી એડ કરી ગ્રેવી તૈયાર કરવી.
  9. પનીરના ટુકડા ગ્રેવી મા નાખીદો. કસુરી મેથી અને કોથમીર નાખવી.
  10. એક બાઉલમાં કાઢી ઉપરથી ક્રીમ નાખવી અને ગરમાગરમ તંદુરી રોટી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર