હોમ પેજ / રેસિપી / ઓઇલ ફ્રી સ્ટીમ સુરતી ઉંધીયુ

Photo of Oil free surti undhiyu by Mumma's kitchen at BetterButter
37
1
0.0(0)
0

ઓઇલ ફ્રી સ્ટીમ સુરતી ઉંધીયુ

Dec-19-2018
Mumma's kitchen
60 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓઇલ ફ્રી સ્ટીમ સુરતી ઉંધીયુ રેસીપી વિશે

ઉંધીયુ એક પારંપરિક ગુજરાતી વાનગી છે, ઉંધીયુ એ એક સીઝનલ વાનગી છે, જે ફક્ત શિયાળામાં જ વધારે બનાવવા મા આવે છે કારણ કે શિયાળામાં વિવિધ પ્રકારના તાજા શાકભાજી અને લીલી ભાજી ઓ ખુબ જ સરસ મળે છે, ઉંધીયુ બનાવવા માટે ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે, એવી રીતે સુરતી ઉંધીયા મા સુરતી પાપડી, સુરતી રવૈયા કંદ,તુવેર,વટાણા,શકકરીયા,મેથી ની મુઠડી ને લીલા અથવા સુકા કોપરા ના ખમણ તથા કોથમીર અને લીલા લસણ અને ઉંધીયા નો મસાલાનો ઉપયોગ કરીને તેને ભરપુર માત્રા મા તેલ નો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે, પરંતુ આજ આ સુરતી ઉંધીયા ને મે એક અલગ પ્રકાર થી બનાવવા ની કોશિશ કરી છે, મે આ સુરતી ઉંધીયા ને સ્ટીમ કરી ને ઓઈલ ફ્રી બનાવ્યુ છે, તે સ્વાદ મા ખુબ અપ્રિતમ લાગે છે, તો ચાલો આજ આ હેલ્ધી સ્ટીમ ઉંધીયા ની રીત નોંધી લો

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ગુજરાત
 • બાફવું
 • મૂળભૂત વાનગીઓ
 • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

 1. 4 નંગ સુરતી રવૈયા (રીંગણાં)
 2. 6-8 નંગ નાના બટાટા
 3. 250 ગ્રામ સુરતી કંદ
 4. 100ગ્રામ સુરતી પાપડી
 5. 100 ગ્રામ લીલા વટાણા ના દાણા
 6. 100 લીલવા (લીલી તુવેર ના દાણા )
 7. 2 નંગ શકકરીયા
 8. * મુઠીયા બનાવવા ની સામગ્રી ---
 9. 1 કપ ઘઉંનો જાડો લોટ
 10. 2-3 ચણા નો લોટ
 11. 1/2 કપ મેથી ની ભાજી જીણી સમારેલી
 12. 1 ટેબલસ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
 13. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
 14. 2 ટેબલસ્પૂન લીલુ લસણ ઝીણું સમારેલુ
 15. 1 ટેબલસ્પૂન ખાંડ
 16. 2-3 ટેબલસ્પૂન તેલ
 17. ચપટી ખાવાનો સોડા
 18. 1/2 ટીસ્પૂન ઉંધીયા નો મસાલો
 19. 1/4 ટીસ્પૂન હળદર
 20. * સ્ટફીંગ કરવા ની સામગ્રી --
 21. 2 કપ જીણી સમારેલી કોથમીર
 22. 1 કપ કોપરા નુ ખમણ (લીલુ અથવા સુકુ)
 23. 1/2 કપ ધાણાજીરું
 24. 1/2 કપ સફેદ તલ
 25. 1/2 લીલુ લસણ ઝીણું સમારેલુ
 26. 2-3 ટેબલસ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
 27. 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ
 28. 2 ટેબલસ્પૂન ઉંધીયા નો મસાલાનો
 29. 1/2 ટીસ્પૂન હળદર
 30. 2 ટેબલસ્પૂન ખાંડ
 31. સ્વાદ અનુસાર મીઠું
 32. 3-4 ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

 1. 1--સૌ પ્રથમ બધા શાક ભાજી ને ધોઈ ને સાફ કરી લો, વટાણા દાણા, તુવેર ના દાણા, મેથી ની ભાજી, કોથમીર લીલુ લસણ આ બધા શાક ભાજી ને સમારી ને તૈયાર કરીલો
 2. 2--બટાટા ને શકકરીયા ની છાલ ઉતારી ને નાના નાના ટુકડાઓ કરી લો તેને પાણી મા રાખો જેથી તે કાળા ના પડે કંદ ને આખુ જ ધોઈ તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો.
 3. 3--ત્યાર બાદ મુઠીયા બનાવવાની બધી સામગ્રી મિક્સ કરી લો તેમા થોડુ પાણી ઉમેરીને તેની નાની નાની મુઠડી વાળી લો.
 4. 4-- ત્યાર બાદ તેને ચારણી મા મૂકી તેને બાફી લો.
 5. 5-- ત્યાર બાદ સ્ટફીંગ ની સામગ્રી એક બાઉલમાં લઇ લો તેમા 3-4 ટેબલસ્પૂન તેલ ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો
 6. 6-- ત્યાર બાદ તૈયાર કરેલા શાક માથી રવૈયા મા 4 કાપા પાડી લો અને તેમા આ મસાલો ભરી લો.
 7. 7--ત્યાર બાદ અલગ અલગ બાઉલમાં બટાટા,કંદ,શકકરીયા, મા 2-3 ટેબલસ્પૂન મસાલો નાંખીને તેને મેરીનેટ કરી લો. .
 8. 8--એક બાઉલમાં પાપડી, વટાણા, અને તુવેર ના દાણા મા પણ મસાલો નાંખીને તેને મેરીનેટ કરી લો
 9. 9-- મેરીનેટ કરેલા બધા શાક ભાજી ને 15- મિનીટ માટે મુકી દો, વધેલા મસાલા ને સાઈડ પર મૂકી દો
 10. 10-- હવે એક ચારણી મા કંદ, બટાકા, શકકરીયા અને રવૈયા ને 15 મિનીટ સુધી સ્ટીમ કરી લો
 11. 11- - બીજી ચારણી મા તુવેર, પાપડી અને વટાણા ને 10-12 મિનીટ સુધી સ્ટીમ કરો
 12. 12-- હવે એક નોન સ્ટિક પેનમાં ને ગરમ કરવા માટે મૂકો, તે ગરમ થાય એટલે તેમાં સ્ટીમ કરેલા રવૈયા, બટાટા, કંદ અને શકકરીયા મુકો ત્યાર બાદ તેમાં સ્ટીમ કરેલા તુવેર પાપડી અને વટાણા પણ ઉમેરી દો
 13. 13-- તેને હળવા હાથે મિક્સ કરી લો થોડુ પાણી છાંટો અને સ્ટીમ કરેલા મુઠીયા ઉમેરો અને વધેલો સ્ટફીંગ નો મસાલો ભભરાવી ને 2-3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી ને સીઝવા દો
 14. 14--મસાલો બરાબર ભળી જાય એટલે ગેસ બંધ કરી દો ઉપર કોથમીર અને લીલા લસણ થી ગારનીશ કરી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર