સ્વીટ પોટેટો ફ્રાઈસ | Sweet Potato Fries Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  24th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sweet Potato Fries by Rani Soni at BetterButter
સ્વીટ પોટેટો ફ્રાઈસby Rani Soni
 • તૈયારીનો સમય

  40

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

સ્વીટ પોટેટો ફ્રાઈસ

સ્વીટ પોટેટો ફ્રાઈસ Ingredients to make ( Ingredients to make Sweet Potato Fries Recipe in Gujarati )

 • 2 મોટા કદના શક્કરિયા
 • 2 ચમચી કોર્ન ફ્લોર
 • 1/2 ચમચી મરી પાવડર
 • 1 ચમચી ચાટ મસાલા
 • 1/2 લાલ મરચું પાવડર
 • 1 ચમચી કોથમીર સમારેલ
 • મીઠું સ્વાદમુજબ
 • તેલ તળવા માટે
 • 1 લીંબૂ

How to make સ્વીટ પોટેટો ફ્રાઈસ

 1. પહેલા તો શકકરીયાં ને છોલીને તેની લાંબી લાંબી સ્લાઈસ તૈયાર કરો
 2. હવે શકકરીયાં ડૂબે અેટલું પાણી ગરમ કરો
 3. આ ગરમ પાણી માં શકકરીયા ની સ્લાઈસને ને 3-4 મિનીટ ઉકાળો
 4. ત્યાર પછી આ શકકરીયા સ્લાઈસને પાણીમાંથી કાઢી લો અને ઠંડા પાણી માં નાંખો
 5. 2 મિનીટ પછી એક કોટનના કપડા પર ફેલાવી દો. આમ કરવાથી તેનુ પાણી વ્યવસ્થિત રીતે સૂકાઈ જશે
 6. સૂકાઈ ગયેલ શકકરીયા પર કોર્ન ફ્લોર છાંટી દો અને ધીરે હાથ થી મિકસ કરો
 7. હવે પ્લાસ્ટીક બેગ માં મૂકી ફિ્જ માં 1/2 કલાક માટે મૂકી લો
 8. એક કડાઈમાં તેલ ગેસ પર ગરમ થવા મૂકી દો
 9. ગરમ થઈ જાય તો તેમાં મીઠું અને એક મુઠ્ઠી ટુકડા શકકરીયા નાંખીને ફ્રાય કરો તેને કાઢી બીજી વાર તેલ માં નાંખી ડીપ ફ્રાય કરો જેથી ક્રિસ્પી બને
 10. આ રીતે એક પછી એક બધી જ ફ્રાઈસ તળી લો
 11. એક મોટી પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈસ રાખો અને તેના પર મરી પાવડર, ચાટ મસાલા,લાલ મરચું પાવડર, કોથમીર છાંટી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો
 12. લીંબૂ મૂકી ગરમ જ પિરસો
 13. આ ક્રિસ્પી ફ્રાઈસને ચટણી અથવા તો ચા સાથે ખાવ જલસો પડી જશે

Reviews for Sweet Potato Fries Recipe in Gujarati (0)