BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્વીટ પોટેટો ફ્રાઈસ

Photo of Sweet Potato Fries by Rani Soni at BetterButter
0
10
0(0)
0

સ્વીટ પોટેટો ફ્રાઈસ

Dec-24-2018
Rani Soni
40 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ પોટેટો ફ્રાઈસ રેસીપી વિશે

સ્વીટ પોટેટો ફા્ય અે ડીપફા્ય નાસ્તો છે.જે બટાકા સમાન જ ટેસ્ટ આપશે.તેને તમે બેક પણ કરી શકો છો.જરૂર બનાવજો આ રેસીપી સહુ ને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મોટા કદના શક્કરિયા
  2. 2 ચમચી કોર્ન ફ્લોર
  3. 1/2 ચમચી મરી પાવડર
  4. 1 ચમચી ચાટ મસાલા
  5. 1/2 લાલ મરચું પાવડર
  6. 1 ચમચી કોથમીર સમારેલ
  7. મીઠું સ્વાદમુજબ
  8. તેલ તળવા માટે
  9. 1 લીંબૂ

સૂચનાઓ

  1. પહેલા તો શકકરીયાં ને છોલીને તેની લાંબી લાંબી સ્લાઈસ તૈયાર કરો
  2. હવે શકકરીયાં ડૂબે અેટલું પાણી ગરમ કરો
  3. આ ગરમ પાણી માં શકકરીયા ની સ્લાઈસને ને 3-4 મિનીટ ઉકાળો
  4. ત્યાર પછી આ શકકરીયા સ્લાઈસને પાણીમાંથી કાઢી લો અને ઠંડા પાણી માં નાંખો
  5. 2 મિનીટ પછી એક કોટનના કપડા પર ફેલાવી દો. આમ કરવાથી તેનુ પાણી વ્યવસ્થિત રીતે સૂકાઈ જશે
  6. સૂકાઈ ગયેલ શકકરીયા પર કોર્ન ફ્લોર છાંટી દો અને ધીરે હાથ થી મિકસ કરો
  7. હવે પ્લાસ્ટીક બેગ માં મૂકી ફિ્જ માં 1/2 કલાક માટે મૂકી લો
  8. એક કડાઈમાં તેલ ગેસ પર ગરમ થવા મૂકી દો
  9. ગરમ થઈ જાય તો તેમાં મીઠું અને એક મુઠ્ઠી ટુકડા શકકરીયા નાંખીને ફ્રાય કરો તેને કાઢી બીજી વાર તેલ માં નાંખી ડીપ ફ્રાય કરો જેથી ક્રિસ્પી બને
  10. આ રીતે એક પછી એક બધી જ ફ્રાઈસ તળી લો
  11. એક મોટી પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈસ રાખો અને તેના પર મરી પાવડર, ચાટ મસાલા,લાલ મરચું પાવડર, કોથમીર છાંટી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો
  12. લીંબૂ મૂકી ગરમ જ પિરસો
  13. આ ક્રિસ્પી ફ્રાઈસને ચટણી અથવા તો ચા સાથે ખાવ જલસો પડી જશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર