હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ આલુ મસાલા અપ્પમ

Photo of Sutuffed aaloo masala appam by Jyoti Adwani at BetterButter
511
8
0.0(0)
0

સ્ટફ્ડ આલુ મસાલા અપ્પમ

Dec-24-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ આલુ મસાલા અપ્પમ રેસીપી વિશે

અપ્પમ માં બટાકા નો મસાલો બનાવી ને સ્ટફ્ડ કર્યો છે જ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી 1 મોટી વાટકી
  2. છાછ અડધો ગ્લાસ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. બટેટા 2
  5. વટાણા અડધી વાટકી
  6. ગરમ મસાલો નાની અડધી ચમચી
  7. લસણ,આદુ અને લીલા મરચા ની પેસ્ટ અડધી ચમચી
  8. તેલ
  9. લીંબુ નો રસ 1 ચમચી
  10. ઇનો અડધી ચમચી

સૂચનાઓ

  1. સુજી ને 10 મિનિટ માટે છાશ માં પલાળી રાખો.
  2. ત્યાં સુધી બટેટા અને વટાણા ને બાફી લો.
  3. બટેટા બફાય જાય એટલે તેને સારી રીતે મસળી લો.
  4. હવે તેમાં બધો મસાલો અને વટાણા નાખી ને સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે અપ્પમ પેન ગરમ કરો.
  6. તેમાં થોડું તેલ મુકો.
  7. હવે સુજી માં સ્વાદ પ્રમાણે મીઠું અને ઇનો નાખીને સારી રીતે મિક્સ કરો.
  8. હવે પેન માં અડધી ચમચી સુજી નું મિશ્રણ મુકો અને તેમાં તૈયાર બટેટા નો મસાલો મૂકો અને ફરી તેના પર સુજી નું મિશ્રણ મુકો.
  9. હવે એક બાજુ થી શેકાય જય એટલે તેને ફેરવી લો.
  10. તેલ નાખી ને બન્ને બાજુ થી સારી રીતે શેકી લો.
  11. લો તૈયાર છે સ્વાદિષ્ટ અપ્પમ તેને મનગમતી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર