હોમ પેજ / રેસિપી / કટોરી ચાટ

Photo of Katori Chat by Purvi modi at BetterButter
539
10
0.0(0)
0

કટોરી ચાટ

Dec-24-2018
Purvi modi
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કટોરી ચાટ રેસીપી વિશે

ચટાકેદાર

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. સ્ટફિંગ માટે:
  2. બાફેલા કાબુલી ચણા ૧ કપ
  3. બાફેલા સમારેલા બટાકા ૨
  4. સમારેલી ડુંગળી ૨
  5. સમારેલા ટામેટા ૨
  6. સમારેલી કાકડી ૧
  7. સમારેલી કોથમીર ૩-૪ ટેબલસ્પૂન
  8. ઝીણો સમારેલો ફુદીનો ૩-૪ ટેબલસ્પૂન
  9. દાડમના દાણા ૧/૪ કપ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  12. શેકેલા જીરું નો પાવડર ૧ ટેબલસ્પૂન
  13. કાળા મરી નો પાઉડર ૧ ટી સ્પૂન
  14. લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
  15. કટોરી માટે:-
  16. મેંદો ૨૫૦ ગ્રામ
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. તેલ ૪-૫ ટેબલસ્પૂન
  19. અજમો ૧ ટી સ્પૂન
  20. અન્ય સામગ્રી:-
  21. તેલ તળવા માટે
  22. ઝીણી સેવ જરૂર મુજબ
  23. તીખી બુંદી જરૂર મુજબ
  24. લીલી ચટણી જરૂર મુજબ
  25. વલોવેલુ દહીં જરૂર મુજબ
  26. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  27. સમારેલી કોથમીર
  28. દાડમના દાણા

સૂચનાઓ

  1. સૌપ્રથમ મેંદામાં મીઠું, અજમો અને તેલનું મોણ નાખીને સહેજ નરમ કણક બાંધો.
  2. ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રહેવા દો.
  3. ત્યારબાદ તેને ફરીથી મસળી એકસરખા મોટા ગોળા વાળો.
  4. મોટી પૂરી વણી કાંટા થી પ્રીક કરી દો.
  5. એક મોટી સ્ટીલ ની કટોરી ને ઊંધી મૂકી તેની ઉપર પૂરી ચોંટાડી દો અને વધારાનો ભાગ કાપી લો.
  6. આ રીતે એક સાથે ૩-૪ કટોરી તૈયાર કરો.
  7. ગરમ તેલમાં તળવા મૂકો. થોડા સમય પછી પૂરી કટોરી થી છૂટી પડી જશે. કટોરી ને સાણસી થી પકડી ને બહાર કાઢી લો અને કટોરી ના આકાર ની પૂરી ને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  8. આ રીતે બધી કટોરી તૈયાર કરી લો.
  9. સ્ટફિંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો.
  10. કટોરી માં ૨-૩ ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી ઉપર વલોવેલુ દહીં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી રેડો.
  11. તેની ઉપર ઝીણી સેવ, તીખી બુંદી, દાડમના દાણા અને સમારેલી કોથમીર ભભરાવી ચટપટી ચાટનો આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર