તંદુરી મોમોસ | Tanduri Momos Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  26th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Tanduri Momos by Jyoti Adwani at BetterButter
તંદુરી મોમોસby Jyoti Adwani
  • તૈયારીનો સમય

    30

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    2

    લોકો

2

0

તંદુરી મોમોસ વાનગીઓ

તંદુરી મોમોસ Ingredients to make ( Ingredients to make Tanduri Momos Recipe in Gujarati )

  • મેંદો 100 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • દહીં 1 મોટી કટોરી
  • લાલ મરચું અડધી ચમચી
  • કસૂરી મેથી અડધી ચમચી
  • આદુ ,લસણ ની પેસ્ટ અડધી નાની ચમચી
  • કોબી 1 વાટકી સમારેલી
  • ગાજર 1 બારીક સમારેલું
  • સિમલા મરચું 1 નાનું બારીક સમારેલું
  • ઘી 1 ચમચી
  • કોલસો 1
  • તેલ 3 થઈ 4 મોટી ચમચી
  • લસણ 5 કળી બારીક સમારેલી
  • લીલું મરચું 1 બારીક સમારેલું
  • કાળા મરી નો પાવડર ચપટી જેટલો
  • હળદર અડધી નાની ચમચી

How to make તંદુરી મોમોસ

  1. સૌ પ્રથમ મેંદા માં 1 ચમચી તેલ નું મોંણ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને લોટ બાંધો અને 15 મિનિટ માટે મૂકી દો.
  2. કઢાઈ માં 1 ચમચી તેલ મુકો.
  3. તેલ ગરમ થતા જ તેમ લસણ મુકો અને પછી ફાસ્ટ ગેસ પર તેમાં કોબી, લીલું મરચું ,શિમલા મરચું અને ગાજર ઉમેરો.
  4. તેમાં સ્વાદ મુજબ મીઠું,કાળા મરી નો પાવડર ઉમેરો અને 2 મિનિટ સુધી મિક્સ કરી ને ગેસ બન્ધ કરો.
  5. હવે મેંદા માંથી નાની પુરી વળી લો.
  6. હવે તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મુકો અને મોમોસ નો આકાર આપો.
  7. હવે મોમોસ ને 10 મિનિટ સુધી વરાળ માં મુકો.
  8. મોમોસ બની ગયા પછી તેને થોડા ઠંડા કરો.
  9. હવે દહીં માં મીઠું,કસૂરી મેથી,હળદર,લાલ મરચું નાખીને મિક્સ કરો.
  10. હવે બધા મોમોસ ને દહીં માં 15 મિનિટ માટે મેરીનેટ થવા મુકો.
  11. હવે પેન માં તેલ મુકો અને બધા મોમોસ ને સેલ્લો ફ્રાય કરો.
  12. હવે કોલસા ને બાળી લો અને એક વાટકી માં મુકો.
  13. મોમોસ ને પેન માંથી બહાર નથી કાઢવાના તેની વચ્ચે જ જગ્યા કરો અને વાટકી માં બળતો કોલસો મુકો.
  14. બળતા કોલસા ઉપર ઘી નાખી ને પેન ને કવર કરી લો 10 મિનિટ માટે.
  15. હવે પેન ને ખોલો અને ગરમાગરમ તંદુરી મોમોસ ને સોસ સાથે પીરસો.

Reviews for Tanduri Momos Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો