હોમ પેજ / રેસિપી / પનીર ટીક્કા સ્ટફ બન્સ

Photo of Paneer Tikka Stuffed Buns by Urvashi Belani at BetterButter
146
10
0(0)
0

પનીર ટીક્કા સ્ટફ બન્સ

Dec-26-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટીક્કા સ્ટફ બન્સ રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ટીક્કા બનાવી તેને પાવ ની અંદર સ્ટફ કરી બંને બાજુ થી બટર માં સેકી નેસર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 6 થી 7 પાવ
  2. બટર
  3. સ્ટફિંગ માટે :
  4. 200 ગ્રામ પનીર ( નાનાં ટુકડા માં કાપવા)
  5. 1 ડુંગળી( નાના ટુકડા માં કાપવી)
  6. 1 કપ રંગીન શિમલા મિર્ચ ( નાના ટુકડા માં કાપવું)
  7. 1 કપ દહીં
  8. 1 ચમચી વાટેલા આદુ લસણ
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/2 ચમચી ચાટ મસાલો
  12. 1/2 ચમચી ધાણા પાવડર
  13. 2ચમચી તેલ
  14. 1 ચમચી કોર્નફ્લોર
  15. 1/2 ચમચી લીંબુ નો રસ
  16. 2 ચમચા તેલ (સાંતળવા માટે)

સૂચનાઓ

  1. પાવ ને ઉપર થી ગોળ આકાર માં કાપી વચ્ચે થી ખાલી કરી અલગ મુકવા અને ઉપર ના ઢાંકણ ને પણ સાથે અલગ મુકવા.
  2. દહીં માં નમક, લાલ મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આદુ લસણ,તેલ,લીંબુ અને કોર્નફ્લોર નાખી બરાબર મિક્ષ કરો.
  3. તેની અંદર પનીર, શિમલા મિર્ચ અને ડુંગળી નાખી મિક્સ કરી 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  4. હવે 2 ચમચા તેલ ને નોનસ્ટિક પેન માં ગરમ કરી,પનીર મિશ્રણ ને તેમાં નાખી ધીમી આંચ પર 2 થીં 3 મિનિટ સેકી લો.
  5. તેમાં કોથમીર નાખી મિક્સ કરો
  6. પાવ ની અંદર ખાલી ભાગ માં બટર લગાવો, પછી વચ્ચે પનીર નું મિશ્રણ નાખો અને પાવ ના ઢાંકણ થી બન્દ કરી દો.
  7. નોનસ્ટિક તવા પર ઘી અથવા બટર લગાવી બન્ને બાજુ થી સેકી લો
  8. ગરમ ગરમ ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર