દાબેલી ડિસ્ક | Dabeli disc Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  27th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dabeli disc by Urvashi Belani at BetterButter
દાબેલી ડિસ્કby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

દાબેલી ડિસ્ક વાનગીઓ

દાબેલી ડિસ્ક Ingredients to make ( Ingredients to make Dabeli disc Recipe in Gujarati )

  • 8 થી 10 બ્રેડ સ્લાઈસ
  • બટર (આવશકતાનુસર)
  • મસાલો બનાવવા માટે
  • 4 થી 5 બાફેલા બટાકા (મેશ કરેલા)
  • 2 ચમચા તેલ
  • 2 ચમસા દાબેલી મસાલો
  • 2 ચમચા આમલી ની ચટણી
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર
  • પીરસવા માટે:
  • 1/2 કપ સિંગદાણા
  • 1 દાડમ
  • ભેળ ની સેવ
  • આમલી ની ચટણી
  • લસણ ની ચટણી
  • દાબેલી મસાલો બનાવવા માટે
  • 4 ચમચી વરિયાળી
  • 4 ચમચી આખા ધાણા
  • 4 ચમચી તલ
  • 1 નાનો ટુકડો તજ
  • 4 થી 5 લવિંગ
  • 3 ચમચી જીરું
  • 7 - 8 આખા લાલ મરચાં
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું

How to make દાબેલી ડિસ્ક

  1. દાબેલી મસાલો બનાવવા માટે લાલ મરચું અને આખા મરચા સિવાય ની બધી સામગ્રી ભેગી કરી ધીમી આંચ પર 5 મિનિટ સેકી લો, હવે લાલ મરચું , આખા મરચા અને શેકેલી સામગ્રી ભેગી કરી મિક્સર માં પિસી લેવી.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો (1/2 કપ પાણી માં પલાળી) નાખી બટાકા, નમક, ખાંડ,ચટણી અને કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. સિંગદાણા ને ગરમ તેલ માં તળી લેવા, પછી તેના પર નમક અને 1 ચમચી દાબેલી મસાલો નાખી મિક્સ કરવું.
  4. બટાકા ના મસાલા માં તળેલા સિંગદાણા અને દાડમ નાખી મિક્સ કરવું.
  5. બ્રેડ ની સ્લાઈસ ને ગોળાકાર માં કાપી લેવી, હવે અડધી સ્લાઈસ ને ફરી થી નાનાં ગોળાકાર માં કાપી રિંગ બનાવી લેવી
  6. બધી રિંગ ને નોનસ્ટિક તવા પર બટર નાખી સેકી લેવી.
  7. હવે બ્રેડ ની ગોળાકાર સ્લાઈસ લઈ તેના પરઆમલી ની ચટણી અને લસણ ની ચટણી લગાવી બ્રેડ રિંગ મુકો, વચ્ચે બટાકા નો મસાલો મૂકી નોનસ્ટિક તવા પર બટર લગાવી સેકી લો
  8. તૈયાર ડિસ્ક પર સેવ નાખી ટામેટા સોસ સાથે સર્વ કરો.

My Tip:

બ્રેડ ને ગોળાકાર ન કાપવી હોય તો ચોરસ ડિસ્ક પણ બનાવાય છે.

Reviews for Dabeli disc Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો