હોમ પેજ / રેસિપી / શક્કરીયાનો શીરો

Photo of Sweetpatato 's sheera by Harsha Israni at BetterButter
179
13
0.0(0)
0

શક્કરીયાનો શીરો

Dec-27-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરીયાનો શીરો રેસીપી વિશે

આ સીંધી ડીશ છે જે ડેર્ઝટ તરીકે અને વ્રતમાં પણ લઈ શકાય છે.જલ્દી બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • સિંધી
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કિલો શક્કરીયા
  2. ૧ મોટો ચમચો ઘી
  3. ૧ કપ ખાંડ
  4. ૧/૨ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  5. ૧/૪ કપ કાજુ-બદામ (ટુકડા)

સૂચનાઓ

  1. સૌ પ્થમ શક્કરીયાને છોલીને પાણીથી ધોઈને ગોળ નાના નાના સમારીને પાણીમાં મૂકો જેથી કાળા ન પડે.બનાવતી વખતે શક્કરીયામાંથી પાણી નીતારી લો.
  2. એક પેન માં ઘી ગરમ કરી પાણીમાંથી નીતારેલા શક્કરીયા ઉમેરો.શક્કરીયાને ચાર થી પાંચ મિનિટ ઘીમાં મીડીયમ આંચે સાંતળો.
  3. શક્કરીયા નરમ પડે ત્યારે ગેસ ધીમો કરી ખાંડ ,કાજુ-બદામના ટુકડા મીક્સ કરો.ખાંડ થોડી વધારે ઉમેરી ચાશનીનુ પ્રમાણ વધારી શકાય છે.
  4. ખાંડ ઓગળે એટલે તરત જ ગેસ બંધ કરી ઈલાયચી પાવડર નાખી મીક્સ કરો.
  5. તૈયાર છે શક્કરીયાનો શીરો ગરમા ગરમ કે ઠંડુ પણ પીરસી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર