હોમ પેજ / રેસિપી / સેવખમણી

Photo of Sev Khamni by Bharti Khatri at BetterButter
552
10
0.0(0)
0

સેવખમણી

Dec-29-2018
Bharti Khatri
300 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવખમણી રેસીપી વિશે

સેવખમણી ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે ચણા ની દાળ ને ૪ થી ૫ કલાક પાણી મા પલાળી પછી મિક્સર મા પીસી ને તેના ખીરા મા મીંઠુ, આદુ મરચા વાટેલા નાખી ને ઢોકળા ની જેમ બાફી ને તેને ચાળણી થી ચારી ને તેને તેલ મા રાઈ, તલ નાખી ને વઘારી ને તેમા ખટાશ, ગળપણ નાખી ઝીણી સેવ અને દાડમ થી પિરસવા મા આવે છે અને તે કીટ્ટી પાર્ટી, જન્મ દિવસ ની પાર્ટી મા બનાવાય છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧ કીલો ચણાદાળ
  2. ૧ ચમચી રાઈ
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચો તલ
  5. ૪ ચમચી વાટેલા આદુ લીલામરચા
  6. ૨ ચમચા ખાંડ
  7. ૫૦૦ ગ્રામ ઝીણી સેવ
  8. ૨ લીંબુનો રસ
  9. ૧ કપ કોપરા ની છીણ
  10. ૨ થી ત્રણ દાડમ
  11. ૧ મોટો બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  12. ૨ થી ૩ ડાળી કઢીલીમડો
  13. ૫૦૦ થી ૬૦૦ ગ્રામ તેલ
  14. ૧ ચમચો સૂકી દ્રાક્ષ
  15. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. ચણા ની દાળ ને ૪ થી ૫ કલાક પાણી મા પલાળી રાખવી.
  2. હવે તેને મિક્સર મા આદુ મરચા નાખીને ને પીસી લેવુ અને તે ખીરા મા હળદર,મીંઠુ નાખવુ.
  3. હવે ખીરા ને બરાબર મિક્સ કરી તેને ઢોકળા ના કૂકર મા બાફવા મુકવુ.
  4. બફાઈ જાય એટલે તેને આ રીતે ઝીણી વડે ઝીણી લેવુ.
  5. હવે એક કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી તલ અને કઢીલીમડો નાખવો.
  6. હવે તેમા લીંબુનો રસ અને ખાંડ ભેળવીને બરાબર મિક્સ કરવુ અને થોડુંક પાણી મિક્સ કરી શેકાવા દેવુ. પછી કોપરા ની છીણ મિક્સ કરી લેવી
  7. બરાબર શેકાય જાય એટલે તેમા ઝીણી સેવ, દાડમ અને કોથમીર થી સજાવી પિરસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર