હોમ પેજ / રેસિપી / મેંગો ચીઝ કેક

Photo of Mango cheeze cake by Urvashi Belani at BetterButter
413
12
0.0(0)
0

મેંગો ચીઝ કેક

Jan-01-2019
Urvashi Belani
480 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ચીઝ કેક રેસીપી વિશે

અહીં ત્રણ લેયર નો કેક બનાવ્યો છે જેમાં સૌથી નીચે ઓરીઓ બિસ્કિટ ની લેયર છે, બીજી મેંગો અને ક્રીમચીઝ ની અને ત્રીજી મેંગો જેલી ની લેયર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. પ્રથમ લેયર માટે:
  2. 15 થી 20 ઓરીઓ બિસ્કિટ
  3. 2 ચમચા બટર
  4. બીજી લેયર માટે:
  5. 200 ગ્રામ ક્રીમ ચીઝ
  6. 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  7. 200 મિલી દૂધ
  8. 1/2 કપ મેંગો પલ્પ (ખાંડ નાખેલું)
  9. 10 ગ્રામ ચાઇનાગ્રાસ (1 કપ પાણી માં પલાળી રાખવું)
  10. ત્રીજી લેયર માટે;
  11. 1/2 કપ મેંગો પલ્પ (ખાંડ નાખેલું)
  12. 5 ગ્રામ ચાઇનાગ્રાસ (1/2 કપ પાણી માં પલાળી રાખવું)

સૂચનાઓ

  1. પ્રથમ લેયર માટે ઓરીઓ બિસ્કિટ ને મિક્સર માં પીસી લેવા, પછી બટર ને મેલ્ટ કરી તેમાં નાખી મિક્સ કરવું.
  2. લોકપોર્ટ માં આ મિશ્રણ નાખી વાટકી ની પાછળ દબાવી નેસેટ કરી લેયર બનાવો અને 1 કલાક ફ્રીઝ માં સેટ કરવા માટે મુકો.
  3. બીજી લેયર માટે ક્રીમ ચીઝ ને બીટર થી ફેટી લો, હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, મેંગો પલ્પ નાખી ફરી થી બીટ કરો.
  4. ચાઇનાગ્રાસ ને પાણી માંથી કાઢી દૂધ માં નાખી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇનાગ્રાસ બરાબર ઓગળી જાય ત્યારે આ દૂધ ને ક્રીમચીઝ વાળા મિશ્રણ માં નાખી બીટ કરો.
  5. આ મિશ્રણ ને ધીરે થી પ્રથમ લેયર ની ઉપર રેડી, 5 થી 7 કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મુકો.
  6. ત્રીજી લેયર માટે મેંગો પલ્પ અને ચાઇના ગ્રાસ ને મિક્સ કરી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇનાગ્રાસ બરાબર ઓગળી જાય ત્યારે તેને ધીરે થી બીજી લેયર ઉપર રેડો અને 2 કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મુકો.
  7. સેટ થઈ ગયા પછી તેને પોર્ટ માંથી કાઢી ઉપર મેંગો સ્લાઈસ અને ચેરી મૂકી ડેકોરેટ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર