હોમ પેજ / રેસિપી / મિન્ટ ગારલિક સ્પાઈસી ઢોકળા કેક

Photo of Mint garlic spicy dhokla cake by Mumma's kitchen at BetterButter
752
3
0.0(0)
0

મિન્ટ ગારલિક સ્પાઈસી ઢોકળા કેક

Jan-02-2019
Mumma's kitchen
180 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિન્ટ ગારલિક સ્પાઈસી ઢોકળા કેક રેસીપી વિશે

ઢોકળા એટલે ગુજરાતી ઓ ની થાળી નુ મુખ્ય ફરસાણ. આપણે વિવિધ પ્રકારના ઢોકળા બનાવતા અને ખાતા આવ્યા છીએ, દરેક પ્રસંગ અને પાર્ટી મા ઢોકળા એ સૌ ની ફેવરિટ વાનગી હોય છે, આમ તો આપણે ખાટા ઢોકળાં, અને વિવિધ પ્રકારના ખમણ બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે મે ઈનસ્ટંટ ખાટા ઢોકળાં અને ઈનસ્ટંટ મગ ની દાળ ના ખમણ ને એક ફુદીના અને લસણની ફ્લેવર આપી ને તેને એક સ્વાદિષ્ટ અને સ્પાઈસી કેક નુ ફ્યુઝન બનાવવા ની કોશિશ કરી છે, જે સ્વાદ મા લાજવાબ બને છે તેને તમે તમારી પાર્ટી મા પણ પીરસી શકો છો, સામાન્ય રીતે ખવાતા ઢોકળા અને ચટણી નુ આ નવુ ફ્યુઝન તમને જરુર પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ખાટા ઢોકળાં બનાવવા ની સામગ્રી
  2. 1 કપ ચોખા
  3. 1/2 કપ અડદ ની દાળ
  4. 1 ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1 પેકેટ ઈનો
  7. 2 ટેબલસ્પૂન તેલ
  8. 1/2 કપ દહીં
  9. મગ ની દાળ ના ખમણ ની સામગ્રી
  10. 1 કપ મગ ની મોગર દાળ
  11. 1/2 કપ દહીં
  12. .1 ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  13. ચપટી હળદર
  14. 1 ટેબલસ્પૂન ખાંડ
  15. 1 પેકેટ ઈનો
  16. 2 ટેબલસ્પૂન તેલ
  17. સ્વાદ અનુસાર મીઠું
  18. ગારનીશ કરવા માટે ની સામગ્રી
  19. 750 ગ્રામ અમુલ દહીં
  20. 2-3 ટેબલસ્પૂન લસણ ની લાલ ચટણી
  21. 2-3 ટેબલસ્પૂન ફુદીના ની લીલી ચટણી
  22. 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  23. 1/2 કપ બારીક ખમણેલુ સુકુ કોપરુ
  24. 5 નંગ ચેરી ટમેટા
  25. 2 નંગ લીલા મરચાં
  26. વઘાર કરવા માટે ની સામગ્રી
  27. 3-4 ટેબલસ્પૂન તેલ
  28. 1 ટેબલસ્પૂન રાઇ
  29. 1 ટેબલસ્પૂન સફેદ તલ
  30. 10-15 મીઠા લીમડાના પાન
  31. ચપટી હીંગ

સૂચનાઓ

  1. * સૌ પ્રથમ દહીં ને એક કોટન ના કપડા મા બાંધી ને લટકાવી દો જેથી તેમા રહેલૂ પાણી નિતરી જાય * ખાટા ઢોકળાં બનાવવા માટે ચોખા અને અડદ ની દાળ ને ધોઈ લેવા અને તેને ડૂબે એટલું પાણી નાખી તેને 3 કલાક માટે પલાળી દો * 3 કલાક બાદ તેને મિક્સરમાં વાટી લો અને તેનુ બેટર તૈયાર કરી લો * મગ ની મોગર દાળ ને ધોઈ ને તેને ડુબે એટલુ પાણી નાખી ને 3 કલાક માટે પલાળી દો 3 કલાક બાદ તેને મિક્સરમાં વાટી લો અને તેનુ બેટર તૈયાર કરી લો * સૌ પ્રથમ ખાટા ઢોકળાં નુ બેટર એક બાઉલમાં લઇ લો તેમ સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચા ની પેસ્ટ ,દહીં નાખીને મિક્સ કરીલો
  2. ત્યાર બાદ તેમાં ઈનો સોડા નાખી તેને બરાબર મિક્સ કરી લો
  3. તેને એક તેલ લગાવેલા કેક ટીન મા રેડી દો અને તેને પ્રીહીટ કરેલા સ્ટીમર અથવા કડાઈ મા 15-20 મીનીટ માટે સ્ટીમ કરો
  4. બીજી તરફ મગ ની દાળ ના બેટર મા આદુ મરચા ની પેસ્ટ, મીઠુ, ખાંડ, ચપટી હળદર અને દહીં નાખીને તેને બરાબર મિક્સ કરી લો
  5. ત્યાર બાદ તેમાં તેલ અને ઇનો સોડા નાખી ને તેને બરાબર મિક્સ કરી લો
  6. ત્યાર બાદ તેને પણ તેલ લગાવેલા કેક ટીન મા રેડી દો અને તેને પ્રીહીટ કરેલા સ્ટીમર અથવા કડાઈ મા 15-20 મિનિટ માટે સ્ટીમ કરો
  7. બંને ઢોકળાં ને ચપુ વડે ચેક કરી લો જો ચપ્પુ ક્લીન બહાર આવે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે
  8. હવે ઢોકળા સ્ટીમ થઇ જાય ત્યાં સુધી મા તેનુ ગારનીશીંગ ની તૈયારી કરી લો પાણી નિતારેલા દહી ના 2 સરખા ભાગ કરી લો એક ભાગ મા ફુદીના ની લીલી ચટણી મિકસ કરી લો
  9. બીજા દહી મા લસણ ની લાલ ચટણી મિકસ કરી લો
  10. બંને ફલેવર ના દહી ને પાઈપીંગ બેગ મા ભરી લો
  11. ત્યાર બાદ બંને ઢોકળા ને ટીન માથી કાઢી લો અને તેને વચ્ચે થી કટ કરી તેના 4 ભાગ કરી લો
  12. ત્યાર બાદ એક પ્લેટ મા મગ ની દાળ ના ખમણ નો એક ભાગ મુકી તેના પર તેના પર ફુદીના ના દહી નુ લેયર પાથરવુ
  13. ત્યાર બાદ તેના ઉપર ખાટા ઢોકળાં નો એક ભાગ મુકી તેના પર લસણની પેસ્ટ વાળુ દહી પાથરવુ
  14. આવી રીતે એક ની ઉપર એક ઢોકળા ના ભાગ મુકી તેને બંને ફ્લેવર ના દહી થી ગારનીશ કરતા જવુ
  15. ત્યાર બાદ તેને બહાર થી પણ બંને ફ્લેવર થી કવર કરી તેને ફિનિશિંગ કરવુ
  16. ત્યાર બાદ તમારા પસંદગી નોઝલ લઇ તેને એક પાઈપીંગ બેગ મા ભરી લો તેમા તૈયાર કરેલા બંને કોન ને એક સાથે ભરાવો જેથી એક કોન માથી બંને કલર નુ ગારનીશ સાથે જ કરી શકાય છે
  17. હવે આ ઢોકળા કેક આ ડબલ કલર થી ગારનીશ કરી લો
  18. ત્યાર બાદ એક વઘારીયા મા તેલ ગરમ કરી તેમા રાઈ જીરું અને તલ નાખી તેમા મીઠા લીમડાના પાન ચપટી હીંગ નાખી ને આ વઘાર તૈયાર કરવામાં આવેલી કેક પર ધીમે ધીમે રેડતા જાવ
  19. ત્યાર બાદ તેને ચેરી ટમેટા થી ગારનીશ કરવુ
  20. કેક ની સાઈડ પર કોથમીર લગાવો
  21. અને કોપરા ના ખમણ થી ગારનીશ કરી ઉપર 2 લીલાં મરચાં મૂકી દો અને આ સ્વાદિષ્ટ અને યમમમમી મિન્ટ ગારલિક ઢોકળા કેક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર