દાબેલી ફ્લાવર બન | Dabeli Flower Bun Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  3rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dabeli Flower Bun by Kalpana Parmar at BetterButter
દાબેલી ફ્લાવર બનby Kalpana Parmar
 • તૈયારીનો સમય

  45

  મીની
 • બનાવવાનો સમય

  21

  મીની
 • પીરસવું

  3

  લોકો

5

0

દાબેલી ફ્લાવર બન

દાબેલી ફ્લાવર બન Ingredients to make ( Ingredients to make Dabeli Flower Bun Recipe in Gujarati )

 • 1 કપ મેદો
 • 1 નાની ચમચી ડ્રાય ઈસ્ટ
 • 1 મોટી ચમચી ખાંડ
 • 1 નાની ચમચી ઓલિવ ઓઇલ
 • 1 મોટી ચમચી મિલ્ક પાવડર
 • મીઠું
 • 1/2 કપ હુંફાળું દૂધ
 • 2 બાફેલા બટાકા
 • 2 મોટી ચમચી ડુંગરી ઝીણી સમારેલી
 • 2 ચમચી ખાંડ
 • 1 મોટી ચમચી દાબેલી મસાલો
 • 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
 • 1 મોટી ચમચી સીંગદાણા નો ભૂકો
 • 1 નાની ચમચી લીંબુ નો રસ
 • 1 મોટી ચમચી લીલા ધાણા સમારેલાં
 • 2 મોટી ચમચી બટર
 • સ્વાદ પ્રમાણે મીઠું

How to make દાબેલી ફ્લાવર બન

 1. 1/4 કપ હુંફાળા દૂધ માં ડ્રાય ઈસ્ટ ને ખાંડ નાખીને 5 મિનિટ ઢાંકીને રાખો
 2. મેંદામાં મીઠું મિલ્ક પાવડર ઓલિવ ઓઇલ ને ઈસ્ટ નું મિશ્રણ નાખીને જરૂર મુજબ દૂધ થી લોટ બાંધીને 30 મિનિટ માટે ઢાંકીને ડબલ થવા રાખી દો
 3. એક પેન માં બટર ગરમ કરી તેમાં ડુંગરી ને સાંતરી લો
 4. તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાતરો બાફેલા બટાકા મેસ કરીને ઉમેરો દાબેલી મસાલો મીઠું લીંબુ નો રસ ખાંડ સીંગ દાણાનો ભૂકો ને લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી પૂરણ ને ઠંડુ થવા દો
 5. લોટ માંથી મોટી પુરી વણી લો તેને ચોરસ માં કટ કરી લો
 6. ચોરસ માં વચ્ચે 1/2 ઇંચ છોડી ને ચાર કટ આપો ચારે ખાના માં 1 નાની ચમચી દાબેલી નો માવો મુકો
 7. ચારે ચાર ભાગ ના તરેને ખૂણા ભેગા કરીને દબાવી લો
 8. વચ્ચે થી પણ ચારે ભાગ ને દબાવી ને જોડી દો 10 મિનિટ રેસ્ટ આપો
 9. પ્રિહિટ ઓવનમાં 170 પર 15 મિનિટ બેક કરી લો.
 10. બેક થાય પછી બટર થી બ્રશ કરી લો લીલી ચટણી ને સોંસ સાથે સર્વ કરો

Reviews for Dabeli Flower Bun Recipe in Gujarati (0)