હોમ પેજ / રેસિપી / લિલવા કચોરી

Photo of Lilva kachori by Bansi chavda at BetterButter
491
4
0.0(0)
0

લિલવા કચોરી

Jan-04-2019
Bansi chavda
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિલવા કચોરી રેસીપી વિશે

લિલી તુવેર શિયાળામા ભરપૂર આવે...

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 8

  1. 500 ગ્રામ લિલી તુવેર ના દાણા
  2. 300 ગ્રામ મેંદો
  3. 4 થિ 5 ચમચી ઘી મોણ માટે
  4. 4 થિ 5 ચમચી આદું મરચા ની pest
  5. 2 ચમચી ગરમ મસાલો
  6. 1 નંગ લીંબુ નો રસ
  7. 2 ચમચી ખાંડ
  8. 1 ચમચી વરિયાળી નો ભુકો
  9. 1 ચમચી કોપરાનું જાડુ છીણ
  10. 1 ચમચી કિશમિસ
  11. 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
  12. નમક જરુર મુજબ
  13. 4 ચમચા તેલ વધાર માટે
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. કચોરી નાં પડ માટે મેંદા મા નમક અને ઘી નાખી સરખો મસળી લો પછી ધીમે ધીમે પાણી નાખી કણક તૈયાર કરો 30 મિનીટ ઢાંકી ને રાખી દો.
  2. લિલી તુવેર નાં દાણા ને મિક્સર મ અધકચરા ક્રશ કરી લો હવે ઍક કડાઈ મા વધાર માટે તેલ મૂકો તેમાં આદું મરચા સાંતળી લો પછી ક્રશ કરેલ તુવેર ઉમેરી ધીમા ગેસ પર ચઢવા દો પછી તેમાં લીંબુનો રસ ,ખાંડ ,કોથમીર, ગરમ મસાલો ,કોપરું,કિસમિસ, વરિયાળી નો ભૂકો બધુ જ મિક્સ કરી જરુર મુજબ નમક નાખી નાના ગોળા તૈયાર કરો
  3. હવે બાંધેલ મેંદા ની કણક માંથી નાના લુવા કરી તેમાં તૈયાર લિલી તુવેર નો મસાલા નો ગોળો મુકી કચોરી વાળી લો.તેલ મા ગુલાબી થય એવી તળી લો.તૈયાર છે લિલી તુવેર ની લિલવા કચોરી...સોસ કૈ ખજૂર આમલી ની ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર