હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ બ્રેડ ઢોકળા

Photo of Stuffed bread dhokla by Urvashi Belani at BetterButter
334
8
0.0(0)
0

સ્ટફ્ડ બ્રેડ ઢોકળા

Jan-04-2019
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ બ્રેડ ઢોકળા રેસીપી વિશે

આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 7 થી 8 સ્લાઈસ બ્રેડ
  2. સ્ટફિંગ માટે;
  3. 4 બાફેલા બટાકા મેશ કરેલા
  4. 2 ચમચી તેલ
  5. 4 લીલા મરચાં
  6. 5 થી 6 કળી લસણ
  7. 1 નાનો ટુકડો આદુ
  8. 1/2 કપ સમારેલું કોથમીર
  9. 1/4 કપ સમારેલો ફુદીનો
  10. સ્વાદાનુસાર નમક
  11. 1/2 ચમચી જીરું
  12. 1/4 ચમચી હિંગ
  13. 1 ચમચી ખાંડ
  14. 1 લીંબુ નો રસ
  15. વેસણ ઢોકળા માટે:
  16. 1 કપ વેસણ
  17. 1/4 ચમચી ટાટરી
  18. 1 ચમચી ખાંડ
  19. સ્વાદાનુસાર નમક
  20. 1/2 ચમચી ઇનો

સૂચનાઓ

  1. સ્ટફિંગ માટે આદું, મરચા, લસણ,કોથમીર અને ફુદીના માં થોડું પાણી નાખી મિક્સ કરી મિક્સર માં પિસી લો.
  2. તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી પીસેલો મસાલો નાખો, બટાકા નમક,ખાંડ, લીંબુ નાખી મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બન્દ કરી લો.
  3. બ્રેડ ને ગોળ આકાર માં કાપી લો અને તેના પર સ્ટફિંગ મુકો. અને ઈડલી ના સંચા પર તેલ લગાવી તેના પર મૂકો.
  4. વેસણ માં નમક, ખાંડ , ટાટરી નાખી પાણી થી ઘોળ તૈયાર કરો અને 10 મિનિટ ઢાંકી રાખો.
  5. હવે તેમાં ઇનો નાખી બરાબર મિક્સ કરી તેને બ્રેડ પર સ્ટફિંગ કવર થાય તે રીતે નાખો અને 15 થી 20 મિનિટ માટે વરાળ માં બાફી લો.
  6. તૈયાર ઢોકળા ને ગરમ ગરમ સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર