હોમ પેજ / રેસિપી / ચોકલેટ કોકોનટ બોલ્સ

Photo of Chocolate coconut balls by Harsha Israni at BetterButter
473
11
0.0(0)
0

ચોકલેટ કોકોનટ બોલ્સ

Jan-04-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કોકોનટ બોલ્સ રેસીપી વિશે

આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મૈડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે.ે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 8

  1. ૨૦૦ ગ્રામ કોપરાની છીણ (૧ કપ)
  2. ૧૫૦ ગ્રામ મિલ્ક મૈડ
  3. ૯-૧૦ નંગ મેરી બિસ્કીટ
  4. ૪ ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર
  5. ૧/૨ ટી-સ્પૂન વેનિલા એસેન્સ
  6. ૧/૨ કપ દૂધ
  7. ૨ ટેબલસ્પૂન માખણ (બટર)
  8. સજાવવા માટે-
  9. કલરીંગ વરમિર્લી અથવા કોપરાની છીણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેરી બિસ્કીટને મીકસરના જારમાં પીસી લો.
  2. એક પેનમાં બટર ગરમ કરી તરત જ કોપરાની છીણ,મિલ્ક મૈડ,ચોકલેટ પાવડર,મેરી બિસકીટનો બુરો,દૂધ ઉમેરી સાતંળો.મિશ્રણ ઘટ્ટ થાય અને પેનની સાઈડ છોડે એટલે મિશ્રણ તૈયાર છે.
  3. મિશ્રણ ઠંડુ થાય એટલે મિશ્રણમાંથી નાના ગોળા બનાવો.
  4. તૈયાર કરેલા બોલ્સને કલરીંગ વરમિલીમાં રગદોળીને ફ્રીજમાં ૧૫ મિનિટ માટે સેટ થવા મૂકો. તૈયાર છે ચોકલેટ કોકોનટ બોલ્સ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર