હોમ પેજ / રેસિપી / મેગી બોલ્સ

Photo of Maggi balls by Urvashi Belani at BetterButter
488
10
0.0(0)
0

મેગી બોલ્સ

Jan-04-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગી બોલ્સ રેસીપી વિશે

આ રેસીપી માં મેગી માં શાકભાજી અને મસાલા નાખી બોલ્સ બનાવી ઉપર નાચો ચિપ્સ થી કવર કરી તળ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 પેકેટ મેગી
  2. 1/2 કપ સમારેલા શાકભાજી ( સ્વીટકોર્ન, ટામેટું, વટાણા, શિમલા મિર્ચ,ગાજર)
  3. 1 પેકેટ મેગી મસાલો
  4. 2 ચમચી કોર્નફ્લોર
  5. સ્વાદાનુસાર નમક
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. મેદા ની પેસ્ટ માટે:
  8. 4 ચમચી મેંદો
  9. 2 ચમચી કોર્નફ્લોર
  10. સ્વાદાનુસાર નમક
  11. જરૂરીયાત મુજબ મનગમતા ફ્લેવર ની નાચોસ ચિપ્સ
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેગી માં નમક અને શાક ભાજી નાખી બાફી લો , પછી છળણી માં કાઢી પાણી નિતારી લો.
  2. હવે તેમાં મેગી મસાલો, લાલ મરચું અને કોર્નફ્લોર નાખી મીક્ષ કરો.
  3. આ મિશ્રણ ના નાના નાના ગોળા બનાવી લો.
  4. મેંદા માં બધું મિક્સ કરી પેસ્ટ બનાવી લો
  5. નાચોસ ચિપ્સ ને મિક્સર માં દરદરુ પીસી લો
  6. ગોળા ને મેદાની પેસ્ટ માં ડીપ કરી તેના પર નાચોસ ચિપ્સ ના ભુકા થી કવર કરો.
  7. હવે તેને ગરમ તેલ માં મધ્યમ આચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
  8. ગરમા ગરમ બોલ્સ ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર