BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાતરા ચીલા

Photo of PATRA CHILLA by Deepa Rupani at BetterButter
287
4
0(0)
0

પાતરા ચીલા

Jan-05-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા ચીલા રેસીપી વિશે

ચીલા, પુડલા એ આપણા સૌ માટે જાણીતું નામ છે તો પાતરા, પતરવેલીયા, પાંદડા થી જાણીતા એવા અળવી ના પાન થી આપણે બધા માહિતગાર જ છીએ. આજે એ બંને ને મેળવી ને ચીલા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 અળવી. ના પાન
  2. 1 કપ બેસન
  3. 1 tsp લાલ મરચું
  4. 1 ચપટી હિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અળવી ના પાન ને ધોઈ, નસ ઉતારી, લંબચોરસ ટુકડા માં કાપી લો.
  2. બેસન માં મસાલા તથા જરૂર પુરુતું પાણી ઉમેરી પુડલા નું ખીરું તૈયાર કરો.
  3. હવે નોનસ્ટિક લોઢી ગરમ મુકો, તેમાં કાપેલા પાન ના ટુકડા કરતા થોડું મોટું પુડલું પાથરો.
  4. એની ઉપર કાપેલું પાન મૂકી, કેચપ ની બોટલ માં ખીરું ભરી, ફોટા પ્રમાણે design કરો.
  5. ફરતે થોડું તેલ નાખવું. એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી ને ચડાવી લેવું.
  6. ગરમ ગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર