BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફણગાવેલા કઠોળ ની પુલાવ

Photo of Sprouts pulao by GAYATRI THAKKAR at BetterButter
215
5
0(0)
0

ફણગાવેલા કઠોળ ની પુલાવ

Jan-05-2019
GAYATRI THAKKAR
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા કઠોળ ની પુલાવ રેસીપી વિશે

આ પુલાવ ફણગાવેલા કઠોળ માંથી બનાવી છે જે ખૂબ જ હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે નાના તથા મોટા બધા ને ખૂબ જ ગમી જાય તેવી વાનગી છે અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે મહેમાનો આવે ત્યારે જલદીથી બનાવી અને સવૅ કરી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. રાઈ 1 ચમચી
  2. જીરૂ 1 ચમચી
  3. હીંગ 1/4 ચમચી
  4. ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ
  5. મીકસ શાકભાજી 1 વાટકી (ગાજર, શિમલા મરચું, પતાગોબી)
  6. પાલક અને મેથી ઝીણી સમારેલી 1 વાટકી
  7. કઠોળ 1 વાટકી
  8. ચોખા 1 મોટી વાટકી
  9. લાલ મરચું 1 ચમચી
  10. હળદર 1/4 ચમચી
  11. ગરમ મસાલો 1 ચમચી
  12. ઘાણાંજીરૂ 1 ચમચી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. પાણી જરૂર મુજબ
  15. ઘી વઘાર માટે
  16. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. ચોખા અને કઠોળ ઘોઈને પલાળી લેવા
  2. શાકભાજી ઝીણાં સમારી લેવા
  3. સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને જીરૂ ઉમેરો પછી હિંગ નાંખો લીલાં મરચાં નાંખવા હોય તો નાંખી શકાય છે
  4. પછી તેમાં ડુંગળી અને બધાં શાકભાજી નાંખી 2 મિનીટ માટે સાંતળો
  5. શાકભાજી થોડા ચડી જાય પછી તેમાં કઠોળ ઉમેરો
  6. 2 મિનીટ માટે ચઢવા દો પછી તેમાં લીલાં શાકભાજી ઉમેરો
  7. મીકસ કરી ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનીટ ચઢવા દો પછી તેમાં બધાં મસાલા નાંખવા
  8. બધાં મસાલા બરાબર મિક્સ કરી લેવાં
  9. પછી તેમાં ચોખા નાંખવા
  10. બરાબર હલાવી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો
  11. ચોખા બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી દેવું તૈયાર છે આપણી પુલાવ
  12. કોથમીર નાંખી ગરમા ગરમ સવૅ કરો
  13. બાફેલા ચોખા નાંખી મીકસ કરી બિરયાની પણ બનાવી શકાય છે
  14. ઘી ને બદલે તેલ પણ લઈ શકાય છે
  15. આ પુલાવ ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે તેમાં શાકભાજી અને કઠોળ બંને નો સમાવેશ થાય છે એક રીતે કપલીટ મીલ છે
  16. નાના બાળકો જે કઠોળ અને શાકભાજી નથી ખાતા તેમને આ એક સરળ રીતે શાકભાજી અને કઠોળ ખવડાવી શકાય છે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે
  17. બઘું મીકસ કરી ને કુકર માં સીટી લગાવી ને ખીચડી પણ બનાવી શકાય છે અને ઘરના મોટી ઉંમરના લોકો ને ખીચડી સ્વરૂપે પણ આપી શકાય છે તેમના માટે પણ ખૂબ જ હેલ્ધી છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર