હોમ પેજ / રેસિપી / મુંબઈ ફેમસ વડા સેન્ડવીચ & પુડલા સેન્ડવીચ

Photo of Mumbai faimous vada sandwich and pudla sandwich by Mumma's kitchen at BetterButter
725
5
0.0(0)
0

મુંબઈ ફેમસ વડા સેન્ડવીચ & પુડલા સેન્ડવીચ

Jan-06-2019
Mumma's kitchen
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંબઈ ફેમસ વડા સેન્ડવીચ & પુડલા સેન્ડવીચ રેસીપી વિશે

ચાલો આજ એક અલગ પ્રકારની ની સેન્ડવીચ બનાવીએ, જે મુંબઈ મા ખુબ જ પ્રખ્યાત છે, નાના મોટા દરેક વ્યક્તિ ને વડાપાવ અને સેન્ડવીચ પસંદ હોય જ છે, વડાપાવ અને સેન્ડવીચ નુ નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે છે, વડાપાવ મુંબઈ ની જાન છે,મુંબઈની દરેક ગલી મહોલ્લામાં તમને વડાપાવ અને સેન્ડવીચ ના ખુમચા જોવા મળશે, વડા અને બ્રેડ નુ કોમ્બિનેશન કરી વડા સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, સાથે સાથે વડા બનાવવા ના બેટર માથી જ પુડલા બનાવી ને તેને સેન્ડવીચ ની જેમ કાકડી ટામેટાં ને કાંદા સાથે લીલી ચટણી અને લસણ ની સુકી અને ઢીલી ચટણી સાથે તેનો સ્વાદ ખુબ સરસ લાગે છે,ઓછા સમય મા અને ઓછા ખર્ચે તૈયાર થતા બે પ્રકારના નાશતા બની જતા હોય તો પછી બીજુ શુ જોઇએ તો ચાલો આજ હું તમને એક જ સામગ્રી માથી બે પ્રકાર ની સેન્ડવીચ કેવી રીતે બને તે શીખવાડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મહારાષ્ટ્ર
  • શેલો ફ્રાય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ બાફેલા બટાકા નો માવો
  2. 250ગ્રામ ચણા નો લોટ
  3. 3-4 બારીક સમારેલા તીખા મરચાં
  4. બારિક સમારેલી કોથમીર
  5. 15-20 બારિક સમારેલા મીઠા લીમડાના પાન
  6. 1/2 ટી સ્પૂન હળદર
  7. ચપટી હીંગ
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. 3-4 ટેબલસ્પૂન તેલ વઘાર કરવા માટે
  10. 1 ટેબલસ્પૂન રાઇ
  11. તળવા માટે તેલ
  12. પુડલા માટે ની સામગ્રી
  13. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
  14. 1 ટેબલસ્પૂન લીલા મરચાં અને આદુ વાટેલા
  15. ચપટી હળદર
  16. ચપટી હીંગ
  17. બારિક સમારેલી કોથમીર
  18. 2 પેકેટ ઘઉ ના સેન્ડવીચ બ્રેડ
  19. 100 ગ્રામ અમુલ બટર
  20. 1 નંગ કાકડી ની સ્લાઈસ
  21. 1 નંગ ટામેટાં ની સ્લાઈસ
  22. 1 નંગ કાંદા ની સ્લાઈસ
  23. ચાટ મસાલો
  24. લીલી ચટણી
  25. લસણની ચટણી
  26. વડાપાવ ની સુકી ચટણી
  27. સૅવ કરવા માટે જીણી સેવ
  28. બટાટા ની વેફર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકી દો તેમા રાઈ, લીલા મરચાં લીમડો ઉમેરો તથા ચપટી હીંગ અને હળદર નાખી બટાકા નો માવો ઉમેરી દો તેમા સમારેલી કોથમીર ઉમેરી લો
  2. તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લો
  3. તેના એકસરખા ચપટા લુઆ તૈયાર કરી લો
  4. ત્યાર બાદ એક બાઉલમાં મા ચણા નો લોટ લઇ લો, તેમા સ્વાદ અનુસાર મીઠું નાખીને તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો
  5. હવે વડા તળવા માટે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં થી 2 ટેબલસ્પૂન ગરમ તેલ ખીરા મા નાખી તેને બરાબર મિક્સ કરી લો
  6. ત્યાર બાદ એક અેક વડુ ખીરા મા બોળી ને તેને ગરમ તેલ મા તળી લો
  7. બંને બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય
  8. બ્રેડ સ્લાઈસ ની કિનાર કાપી લો અને તેના પર બટર લગાવો
  9. બે બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી અને બે બ્રેડ સ્લાઈસ પર લસણની ચટણી લગાવી લો
  10. હવે તેના પર તૈયાર કરેલા વડા મૂકી દો તેના પર લસણની સુકી ચટણી ભભરાવો
  11. ઉપર ની બ્રેડ ને વડા ઉપર મુકી દો અને તેને કાપી લો
  12. તેને ઉપર બંને ચટણીઓ લગાવી જીણી સેવ ભભરાવો અને બટાકા ની વેફર સાથે પીરસી દો
  13. હવે વધેલા ખીરા માથી પુડલા ની રેસીપી -- ખીરા મા આદુ મરચા અને લસણ પેસ્ટ અને કોથમીર ઉમેરો
  14. ત્યાર બાદ તેને ગરમ થયેલા તવા ઉપર મિડિયમ સાઈઝ ના પુડલા પાથરો
  15. તેને બંને બાજુ તેલ લગાવીને તેને ગુલાબી રંગ ના શેકી લો
  16. ત્યાર બાદ ઉપર જણાવ્યા મુજબ બ્રેડ ની કિનાર કાપી લો તેના પર બટર લગાવો અને બંને બાજુ અલગ અલગ જાત ની ચટણી લગાવી લો
  17. તેના પર કાકડી,ટામેટા અને કાંદા ની સ્લાઈસ મૂકી દો અને ઉપર ચાટ મસાલો ભભરાવી દો
  18. ત્યાર બાદ તેના ઉપર તૈયાર કરેલો પુડલો વાળી ને મુકી દો
  19. ત્યાર બાદ તેના ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી દો અને તેને કાપી લો
  20. તેના પર બંને ચટણીઓ લગાવી ને ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર