હોમ પેજ / રેસિપી / ઘુઘરા ચાટ

Photo of Ghugra Chat by Mital Viramgama at BetterButter
1135
4
0.0(0)
0

ઘુઘરા ચાટ

Jan-07-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘુઘરા ચાટ રેસીપી વિશે

ઘુઘરા ચાટ એક જામનગરની ફેમસ ડીસ છે.તે એક ખુબજ ટેસ્ટી સ્પાઇસી અને ચટપટી ડીસ છે.પાર્ટી માં ચાટથી ઔર રંગત આવી જાય સ્ટાટર મા સર્વ કરી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ધુધરા માટે:
  2. 1 કપ મેંદાનો લોટ
  3. 1 1/2 ટેબલ સ્પૂન તેલ
  4. 3 નંગ બટેટા બાફેલા
  5. 1/4કપ વટાણા બાફેલા
  6. 2 ડુંગળી સમારેલી
  7. 2ટેબલ સ્પૂન તેલ
  8. 1ટી સ્પૂન ગરમ મસાલો
  9. 1ટી સ્પૂન વરીયાળી
  10. 1/2 ટેબલ તલ
  11. 1/2 ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  12. 1ટીસ્પૂન આદું ની પેસ્ટ
  13. થોડા લીમડા ના પાન
  14. તળવા માટે તેલ
  15. નીમક
  16. લીંબુ નો રસ
  17. 1ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  18. 1/2સ્પૂન ખાંડ
  19. ચાટ માટે
  20. 1/4 કપ જીણી સેવ
  21. 1/4 કપ મસાલા સીંગ
  22. 1/4કપ દાડમ ના દાણા
  23. 1 નંગ ડુંગળી જીણી સમારેલી
  24. 2ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  25. 1 નાની વાટકી લીલી ચટણી ફુદીનાની
  26. 1 નાની વાટકી લાલ મરચાં ની ચટણી
  27. 1 નાની વાટકી ખજૂર આંબલી ની ચટણી
  28. 1ટી સ્પૂન ચાટ મસાલો

સૂચનાઓ

  1. પહેલાં તેલ ગરમ કરી તેમાં લીમડો ડુંગળી અને તલ અને વરીયાળી નાખી સાંતળવું બરાબર જયાં સુધી ડુંગળી બરાબર ચડી જાય .
  2. હવે આદું મરચાં ની પેસ્ટ નાખી બાફેલા બટેટા મેસ કરી ને નાખો અને વટાણા બાફેલા નાખી ગરમ મસાલો નીમક સ્વાદ અનુસાર અને લીંબુ અને ખાંડ નાખી દો.ખટાસ તીખાશ તમારાં સ્વાદ અનુસાર નાંખવા. લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  3. હવે મેંદા ના લોટ મા નીમક અને 1 1/2 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધવો અને આ લોટ ને ભીંના કપડાં મા વીંટી ને 15 મીનીટ રેસ્ટ કરવા માટે રહેવા દો.
  4. તૈયાર લોટ માથી પુરી જેવડા લૂવા લઇને પુરી વણી તેમાં મસાલા નું સ્ટફીંગ અંદર ભરી ઘુઘરા નો શેઇપ આપી દો.
  5. આવી રીતે બધાં ઘુઘરા તૈયાર કરી લો.
  6. હવે તેલ ગરમ કરી તેમાં ઘુઘરા ને મીડીયમ ગરમ તેલ મા તળવા ના.
  7. હવે તૈયાર તળેલા ઘુઘરા ઉપર બધી ચટણી તેમજ સેવ,મસાલા સીંગ,ડુંગળી સમારેલી કોથમીર અને ચાટ મસાલો તેમજ દાડમ ના દાણા છાંટી સર્વ કરો.
  8. હવે તૈયાર છે તમારી સ્પાઇસી ઘુઘરા ચાટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર