હોમ પેજ / રેસિપી / ક્રેનબેરી ફજ

Photo of CRANBERRY FUDGE by Deepa Rupani at BetterButter
17
5
0.0(0)
0

ક્રેનબેરી ફજ

Jan-08-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રેનબેરી ફજ રેસીપી વિશે

આપણાં દેશ માં તાજી ક્રેનબેરી બહુ ભાગ્યે જ મળે છે. હા, સુકવણી ની કાયમ મળે. ક્રેનબેરી વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી છે. એમાં કાજુ તથા બદામ નો સમન્વય કરી એક healthy ડેસર્ટ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • સાંતળવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ સૂકી ક્રેનબેરી
 2. 1/2 કપ બદામ નો પાવડર
 3. 1/2 કપ કાજુ નો પાવડર
 4. 1 tsp એલચી પાવડર
 5. 1 tbsp બદામ ની કતરણ
 6. 1 tsp ઘી

સૂચનાઓ

 1. ક્રેનબેરી ને થોડા કલાકો હૂંફાળા પાણી માં પલાળી રાખો.
 2. પછી પાણી કાઢી ને તેની પેસ્ટ બનાવી લો.
 3. ઘી ગરમ કરી આ પેસ્ટ ને સાંતળો. ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી પાણી બળી ના જાય.
 4. હવે 3 પાવડર ઉમેરી સરખું મિક્સ કરી થોડી મિનિટ કુક કરો.
 5. ગેસ બંધ કરી, ઠંડુ થાય એટલે ફ્રીઝ માં રાખો .
 6. બદામ ની કતરણ છાંટી ઠંડુ પીરસો. વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર