પાલક પકોડા ચાટ | Palak Pakoda Chaat Recipe in Gujarati

  ના દ્વારા GAYATRI THAKKAR  |  9th Jan 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Palak Pakoda Chaat by GAYATRI THAKKAR at BetterButter
  પાલક પકોડા ચાટby GAYATRI THAKKAR
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   5

   લોકો

  2

  0

  પાલક પકોડા ચાટ

  પાલક પકોડા ચાટ Ingredients to make ( Ingredients to make Palak Pakoda Chaat Recipe in Gujarati )

  • પાલક 250 ગ્રામ
  • ચણાનો લોટ 1 મોટી વાટકી
  • ચોખાનો લોટ 3 થી 4 ચમચી
  • હળદર 1/4 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • કાળી મરી 1 ચમચી અડધી કશ કરેલી
  • તલ 1 ચમચી
  • સંચળ પાવડર 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાવાનો સોડા 2 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • ફેટેલુ દંહી 1 નાની વાટકી
  • લીલી ચટણી 1 નાની વાટકી
  • ખજૂર આમલી ચટણી 1 નાની વાટકી
  • મકાઈ બાફેલી 1 વાટકી
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • તીખી બુંદી જરૂર મુજબ
  • સંચળ પાવડર, લીલું મરચું પાઉડર, જીરૂ પાવડર, ચાટ મસાલો જરૂર મુજબ

  How to make પાલક પકોડા ચાટ

  1. સૌ પ્રથમ પાલક ના પાંદડા આખા સમારી લેવા પછી પાણી માં 10 મિનિટ પલાળી લેવા
  2. 10 મિનીટ પછી પાણી માંથી બરાબર ઘોઈને નિતારી લેવી
  3. અેક બાઉલ ચણાનો લોટ લઈ તેમાં ચોખા નો લોટ અને બઘી સામગી ઉમેરો
  4. બઘું મીકસ કરી પાણી ઉમેરી થોડું જાડું ખીરૂ બનાવી લેવું
  5. તેલ ગરમ કરવા મૂકો પછી પાલક ના પાન લઈ ચણાના લોટના ખીરા માંથી ડીપ કરી ગરમ તેલ માં નાંખી પકોડા તળી લેવા
  6. પકોડા ગોલ્ડન બાઉન્ રંગ ના તળી લેવા આવી જ રીતે બધા લોટ માંથી પકોડા બનાવી લેવા
  7. પછી એક પલેટ મા પકોડા મૂકવા પછી તેમાં ફેટેલું દંહી, લીલી ચટણી, ગળી ચટણી, ઝીણી સેવ નાંખો પછી બીજી વખત પાછું દંહી , લીલી ચટણી, ગળી ચટણી, ઝીણી સેવ ,બાફેલી મકાઈ, તીખી બુંદી નાંખો તેની ઉપર ચાટ મસાલો, સંચળ પાવડર, લીલું મરચું પાઉડર, જીરૂ પાવડર નાંખી સર્વ કરો
  8. તૈયાર છે આપણી પાલક પકોડા ચાટ

  My Tip:

  ચાટ માં ડુંગળી, ટામેટા, કોથમીર પણ ઝીણાં સમારેલા નાંખવા હોય તો નાંખી શકાય છે પાલક ને બદલે મોટા લીલાં મરચાં પણ લઈ શકાય છે

  Reviews for Palak Pakoda Chaat Recipe in Gujarati (0)