હોમ પેજ / રેસિપી / પાલક પકોડા ચાટ

Photo of Palak Pakoda Chaat by GAYATRI THAKKAR at BetterButter
1053
7
0.0(0)
0

પાલક પકોડા ચાટ

Jan-09-2019
GAYATRI THAKKAR
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પકોડા ચાટ રેસીપી વિશે

આ પકોડા ની રેસિપી છે જેને ચાટ રૂપે પીરસવામાં આવી છે પકોડા તો બધા લોકો બનાવે છે પણ મે પાલક ના પકોડા બનાવ્યા છે અને તેને ચાટ રૂપે પીરસવામાં આવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. પાલક 250 ગ્રામ
  2. ચણાનો લોટ 1 મોટી વાટકી
  3. ચોખાનો લોટ 3 થી 4 ચમચી
  4. હળદર 1/4 ચમચી
  5. લાલ મરચું 1 ચમચી
  6. અજમો 1 ચમચી
  7. કાળી મરી 1 ચમચી અડધી કશ કરેલી
  8. તલ 1 ચમચી
  9. સંચળ પાવડર 1 નાની ચમચી
  10. ગરમ મસાલો 1 ચમચી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ખાવાનો સોડા 2 ચપટી
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ તળવા માટે
  15. ફેટેલુ દંહી 1 નાની વાટકી
  16. લીલી ચટણી 1 નાની વાટકી
  17. ખજૂર આમલી ચટણી 1 નાની વાટકી
  18. મકાઈ બાફેલી 1 વાટકી
  19. ઝીણી સેવ જરૂર મુજબ
  20. તીખી બુંદી જરૂર મુજબ
  21. સંચળ પાવડર, લીલું મરચું પાઉડર, જીરૂ પાવડર, ચાટ મસાલો જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલક ના પાંદડા આખા સમારી લેવા પછી પાણી માં 10 મિનિટ પલાળી લેવા
  2. 10 મિનીટ પછી પાણી માંથી બરાબર ઘોઈને નિતારી લેવી
  3. અેક બાઉલ ચણાનો લોટ લઈ તેમાં ચોખા નો લોટ અને બઘી સામગી ઉમેરો
  4. બઘું મીકસ કરી પાણી ઉમેરી થોડું જાડું ખીરૂ બનાવી લેવું
  5. તેલ ગરમ કરવા મૂકો પછી પાલક ના પાન લઈ ચણાના લોટના ખીરા માંથી ડીપ કરી ગરમ તેલ માં નાંખી પકોડા તળી લેવા
  6. પકોડા ગોલ્ડન બાઉન્ રંગ ના તળી લેવા આવી જ રીતે બધા લોટ માંથી પકોડા બનાવી લેવા
  7. પછી એક પલેટ મા પકોડા મૂકવા પછી તેમાં ફેટેલું દંહી, લીલી ચટણી, ગળી ચટણી, ઝીણી સેવ નાંખો પછી બીજી વખત પાછું દંહી , લીલી ચટણી, ગળી ચટણી, ઝીણી સેવ ,બાફેલી મકાઈ, તીખી બુંદી નાંખો તેની ઉપર ચાટ મસાલો, સંચળ પાવડર, લીલું મરચું પાઉડર, જીરૂ પાવડર નાંખી સર્વ કરો
  8. તૈયાર છે આપણી પાલક પકોડા ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર